આ વખતે વિધાનસભાની ચૂંટણીના પરીણામોમાં બીજેપી સ્પષ્ટરુપે જીતતી દેખાઈ રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ અત્યાર સુધીનો ખૂબ જ શરમજનક દેખાવ કરી રહી છે. ત્યારે ભાજપ આ વખતે વિક્રમી જીત નોધાવી રહી છે. ત્યારે વિજય ઉન્માદમાં પહેલાથી જ ભાજપ હતી કેમ કે, એક્ઝિટ પોલ અને આ વખતના રુઝાન બીજેપી તરફ વધુ હતા ત્યારે ભાજપના કાર્યાલયોમાં અત્યારથી જ વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.
આજે સાંજે 5 કલાકે અમિત શાહ ભાજપ કાર્યાલય પર પહોંચશે. સાંજે 6.30 કલાકે પીએમ મોદી પણ ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને સંબોધન પણ કરશે. ભાજપ તરફથી મોટી જીતનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે પીએમએ પણ ભૂપેન્દ્ર અને નરેન્દ્રનો રેકોર્ડ તોડશે તેવું પણ કહ્યું હતું ત્યારે અત્યારથી જ બીજેપી 150થી વધુ જીતતી જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે ગુજરાતમાં સતત મોટી સભાઓ અને રેલીઓ કરી હતી. ત્યારે આ પ્રચાર અને સતત સત્તામાં રહેવાના કામોના પરીણામો સ્વરુપે રીઝલ્ટ અત્ચારે જોવા મળતા પીએમ પણ સંબોધન જીતને લઈને આજે કરશે.
કોંગ્રેસને 18 સીટો અત્યારના ગણતરી પ્રમાણે
કોંગ્રેસને 18 સીટો અત્યારના ગણતરી પ્રમાણે મળતી જોવા મળી રહી છે. જ્યારે આપ પાર્ટી 7 જેટલી સીટો પર આગળ જોવા મળી રહી છે તો અન્યને 4 સીટો મળતી જોવા મળી રહી છે જ્યારે બીજેપી રેકોર્ડ બ્રેક સીટોથી એટલે કે 150થી વધુ સીટોથી આગળ જોવા મળી રહી છે.
બીજેપી વિક્રમ નોંધાવવા તરફ આગળ વધતા બીજેપી પણ ઉત્સાહમાં
અગાઉ 2002ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં 127 સીટનો રેકોર્ડ હતો ત્યારે પીએમ મોદીએ પણ અગાઉ તેમની સભામાં કહ્યું હતું કે, ભૂપેન્દ્ર નરેન્દ્રના પણ રેકોર્ડ તોડશે. જો કે, અત્યારની સ્થિતિ પ્રમાણે 1985માં માધવસિંહ સોલંકીનો રેકોર્ડ પણ તૂટી શકે છે. કેમ કે, અત્યારે ભાજપના 182 સીટોમાંથી 150થી વધુ સીટો આસપાસ જીતનો આશાવાદ જોવા મળી રહ્યો છે. જેથી આ વખતે બીજેપી બની શકે છે વિક્રમ નોંધાવી શકે છે.