Agri Loan: જો તમે પોતે ખેડૂત છો અથવા તમારા ઘરે ખેતી થાય છે, તો આ સમાચાર ચોક્કસ વાંચો. આ સમાચાર વાંચીને તમે ખુશ થઈ જશો. હા, પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) ના હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે 13મા હપ્તા પહેલા જ સારા સમાચાર છે. નવી ખુશખબર હેઠળ હવે રૂપિયાના અભાવે કોઈપણ ખેડૂતનું કોઈ કામ અટકશે નહીં. હકીકતમાં એગ્રીકલ્ચર ટેક કંપની ઓરિગો કોમોડિટીઝ (Origo Commodities) અને ફિનટેક કંપની વિવરિતિ કેપિટલ (Vivriti Capital) વચ્ચે કરાર કરવામાં આવ્યો છે.
100 કરોડ રૂપિયા લોન આપવાનો લક્ષ્ય
બંને કંપનીઓ વચ્ચેના કરાર હેઠળ ખેડૂતો, કૃષિ વેપારીઓ અને ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) કોઈપણ ગેરંટી વિના બે કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. ઓરિગો કોમોડિટીઝ (Origo Commodities) વતી એવું કહેવામાં આવ્યું હતું કે કંપનીએ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા માર્ચ 2023 સુધીમાં 100 કરોડ રૂપિયાની લોન આપવાનું લક્ષ્ય રાખ્યું છે. ગુરુગ્રામ સ્થિત ઓરિગો કોમોડિટીઝ (Origo Commodities) એગ્રી-ફિનટેક કંપની છે. તેની શરૂઆત વર્ષ 2011માં થઈ હતી.
ગ્રાહક શોધવામાં પણ કરવામાં કરશે મદદ
ઓરિગો કોમોડિટી સપ્લાય ચેઇન, લણણી પછીના સંચાલન, ટ્રેડ અને ફાઈનેન્સ ઉપલબ્ધ કરાવવા સંબંધિત કામ કરે છે. કંપનીના GS (કોર્પોરેટ સ્ટ્રેટેજી) સાન્યા અગ્રવાલે જણાવ્યું કે ખેડૂતો, ટ્રેડર્સ, ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) ને કોઈપણ ગેરંટી વિના લોન આપવા માટે વિવરિતિ કેપિટલ (Vivriti Capital) સાથે હાથ મિલાવ્યા છે. આ ઉપરાંત કંપની ખેડૂતો અને ટ્રેડર્સને એગ્રી પ્રોડ્યૂસના ગ્રાહકો શોધવામાં પણ મદદ કરશે.
તેમણે જણાવ્યું કે ઓરિગો કોમોડિટીઝ કૃષિ પેદાશોની ક્વાલિટીની પણ તપાસ કરશે. ખેડૂતોને 16 થી 17 ટકા વાર્ષિક વ્યાજે લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આપને જણાવી દઈએ કે ઓરિગો કૃષિ ઉત્પાદકો અને બેંકો વચ્ચેના માધ્યમ તરીકે ઈમન્ડી કેશ પ્લેટફોર્મ (eMandi Cash platform) નો ઉપયોગ કરશે.