ફેકલ્ટી ઓફ કોમર્સ- SMPIC, GLS University ખાતે એકેડેમિક્સ & બિયોન્ડ હેઠળ ઇટરેકશન વિથ એક્સપર્ટ સેશનનું આયોજન થયું હતું. Faculty of Commerce SMPIC કોલેજનો ઉદ્દેશ્ય હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો રહેલો છે. જે હેતુસર આ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજ અલગ અલગ વક્તાઓ પોતાના વિષય પર વાત કરશે.
જેના ત્રીજા દિવસે જાણીતા એન્ટરપ્રીનોર પ્રિતેશ ભાટિયાએ “અ સ્ટાર્ટઅપ જર્ની” વિષય પર રસપ્રદ વાતો કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને રૂઢિગત ધંધા અને સ્ટાર્ટઅપ વચ્ચેનો તફાવત સમજાવતા જણાવ્યું હતું કે, “ફાઇનાન્સ, વે ઓફ લાઈફ અને લાઈફ સાઇકલ આ ત્રણ બાબતોમાં તેઓ અલગ પડે છે. ૩૦થી ૩૫% સ્ટાર્ટઅપ પ્રથમ ત્રણ વર્ષમાં વિકસે છે. ૧૦% સ્ટાર્ટઅપ પ્રથમ વર્ષમાં જ નિષ્ફળ જાય છે. પાંચમાંથી બે સ્ટાર્ટઅપ પ્રોફિટેબલ હોય છે.
સ્ટાર્ટઅપના મુખ્ય પાંચ સ્ટેજ હોય છે. પ્રી સીડ, સીડ, અર્લી, ગ્રોથ, એકસપાનશન અને એક્સીટ સ્ટેજ”. સ્ટાર્ટઅપની શરૂઆતના પડકારોની વાત કરતા એમણે કહું કે,”પોતાની ઓળખ ઊભી કરવી, યોગ્ય ગ્રાહકોની શોધ, યોગ્ય લોકોનો સાથ, કામની વહેંચણી, પ્રતિસ્પર્ધીની જાણકારી વગેરે મુખ્ય પડકારો છે.” તેમણે સ્ટાર્ટઅપને સફળ બનાવવા માટેના મુખ્ય મુદ્દો જણાવ્યા જેમ કે, વિઝન, વેલ્યુ, મજબૂત વિચાર, નવીનતા, ધગશ, નિષ્ફળતાનો સામનો કરવાની તાકાત. તેમણે વિદ્યાર્થીઓને પોતાના સ્ટાર્ટઅપના વિવિધ અનુભવો વર્ણવ્યા હતા . સ્ટાર્ટઅપની શરૂઆતથી લઈને અંત સુધીના સંઘર્ષની વિવિધ બાબતો જેમ કે, ફંડિંગ, ટાઇમ મેનેજમેન્ટ, યોગ્ય ટીમ બનાવવી, લોકોમાં અવેરનેશ વગેરે વિશે માહિતી આપી હતી. ૨૦૦૮થી ૨૦૨૨ સુધીમાં તેમણે કરેલા અનેક સ્ટાર્ટઅપની સફળતા અને નિષ્ફળતાની સફર વિશે વિસ્તારથી ચર્ચા કરી હતી. સેશનમાં અંતે વિધાર્થીઓએ વક્તાને પોતાના પ્રશ્નો પૂછ્યા હતા અને તેમની મૂંઝવણો દૂર થઈ હતી. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન વિધાર્થીઓએ ડૉ. ભૂમિકા આંસોદરિયા અને ડૉ. આશલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.