News 6E
Breaking News
Breaking NewsNational

રાજકોટના સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ વચ્ચે અંડર ૨૫ મેચ: સૌરાષ્ટ્રે ૪૭.૪ ઓવરમાંજ લક્ષ્યાંક હાંસલ કર્યો

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ખાતે અંડર 25 હેઠળ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળનો મેચ રમાઈ હતો. જેમાં બંગાળે ટોસ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 49 ઓવરના અંતે સૌરાષ્ટ્રના બોલરોએ ટીમને 228 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતી. 229 રન ના લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમે 47.4 ઓવર્સમાં 6 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. મેન્સ અંડર 25 સ્ટેટ એ ટ્રોફીની ફાઇનલ મેચમાં મધ્યપ્રદેશ સામે 10મી ડિસેમ્બરના રોજ રોમાંચક મેચ રમાશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌરાષ્ટ્રની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન સતત થતું જોવા મળ્યું છે અને નવા પ્રતિભાશાળી ખેલાડીઓ પણ બહાર આવી રહ્યા છે. બંગાળની ટીમ તરફથી ગૌરવ ચૌહાણે સર્વાધિક 62 રન નોંધાવ્યા હતા.

 

જેમાં તેને 4 ચોકા ફટકાર્યા હતા. ત્યારબાદ રણજોતસિંહ ખારીયાએ 55 રનની ઈંનિંગ રમી હતી. જેમાં તેને 5 ચોકા અને 1 છકો ફટકાર્યો હતો. એવીજ રીતે સૌરાષ્ટ્ર તરફથી આદિત્ય સિંહ જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે યુવરાજસિંહ ડોડીયા એ 2 વિકેટ ઝડપી હતી. એટલુંજ નહીં દેવાંગ કરમટા, ગજર સમર અને પ્રણવ કારીયાએ 1-1 વિકેટ ઝડપી હતી. 229 રન ના લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમ તરફથી તરંગ ગોહિલે 71 રન નોંધાવ્યા હતા જેમાં તેને 9 ચોકા અને 1 છગો ફટકાર્યો હતો. હાલ વિશ્વરાજસિંહ જાડેજા 83 રન બનાવ્યા હતા જેમાં તેને 7 ચોગા ફટકાર્યા હતા. જય ગોહેલ, પી. રાણા અને હાર્વિક કોટક સસ્તામાં.આઉટ થઈ ગયા હતા. મેચને જીતના દરવાજા સુધી લઈ જવા માટે ગજર સમરનું યોગદાન પણ અનેરું રહ્યું હતું. સૂઝબુજ ભરી રમત રમ્યા બાદ જ સૌરાષ્ટ્રની ટીમ બંગાળને પછાડવામાં સફળ નીવડી હતી. ત્યારે હવે જે આક્રમકતા ની સાથો સાથ સૌરાષ્ટ્રના બેટ્સમેનોએ માઈન્ડ ગેમ સાથે ફાઇનલ મેચમાં મધ્યપ્રદેશ સામે ટકરાશે.

Related posts

પીજીવીસીએલનો આક્રમક મૂડ : બળેજ ગામે પથ્થરની ખાણોમાં ૮૭ લાખની વીજચોરી ઝડપાઇ

news6e

HTET का आयोजन: उत्साह के साथ परीक्षा देने पहुंचे उम्मीदवार, पहले दिन 6443 परीक्षार्थियों का पेपर, गृह जिले में मिला सेंटर

news6e

BGMI અનબન ડેટ 2023

news6e

1 comment

najlepszy sklep April 15, 2024 at 11:24 pm

Wow, marvelous weblog layout! How long have you been running a blog for?
you made running a blog glance easy. The overall glance of your website is
fantastic, as well as the content! You can see similar here najlepszy sklep

Reply

Leave a Comment