News 6E
Breaking News
Breaking NewsNational

ભૂપેન્દ્ર સરકારમાં મોટા ચહેરાને મંત્રીપદમાં સ્થાન નહીં મળે તો હવે કઈ જવાબદારી ,જાણો કયા મોટા ચહેરાનો સમાવેશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ગાંધીનગરમાં આજે PM મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય શપથવિધી સમારોહ થવા જઈ રહ્યો છે. ત્યારે જૂના મંત્રીઓમાંથી કેટલાકને રિપીટ તો કેટલાકને પડતા મૂકવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર સરકારમાં મોટા ચહેરાને મંત્રીપદ માટે ફોન હજુ સુધી નથી આવ્યો ત્યારે તેને લઈને અનેક તર્ક વિતર્ક છે કેમ કે, તેમને કેટલાક પ્રકારની જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ નેતાઓમાં ખાસ કરીને શંકર ચૌધરીથી લઈને મહિલા નેતા નિમિષા વકીલ સહીતનાનો સમાવેશ થાય છે.

આ નેતાઓને ફોન કરી મંત્રી પદ માટે જાણ કરાઈ 

156 બેઠકમાંથી મંત્રી મંડળમાં ગઈકાલ રાતથી  હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજી હળપતિ, રાઘવજી પટેલ, મૂળુભાઈ બેરા, પુરૂષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, ભાનુ બાબરિયા, કુબેર ડીંડોર, બળવંતસિંહ રાજપૂત, બચુ ખાબડ, જગદીશ પંચાલ, મુકેશ પટેલ સહીતનાને ફોન આવ્યો છે.

આ મોટા નેતાઓના નામો શું સમાવાશે 

શંકર ચૌધરી, રમણ વોરા, જીતુ વાઘાણી ગણપત વસાવા, નરેશ પટેલ, જયેશ રાદડીયા, મનિષા વકીલ, નિમિષા સુથાર સહીતના દિગ્ગજ નેતાઓના નામો હજુ સુધી સામે નથી આવ્યા જેઓ અગાઉ મંત્રી મંડળમાં સામેલ પણ હતા. મોટા સિનિયર ચહેરાઓને લઈને જવાબદારી હજુ સધી અકબંધ માનવામાં આવી રહી છે. આખરે તેમને કઈ જવાબદારી સોંપવામાં આવશે તે જોવું રહ્યું. આજે ભૂપેન્દ્ર પટેલ શપથ લેવાના છે ગુજરાતની બાગડોળ તેઓ સંભાળી રહ્યા છે. તમામ ઝોન પ્રમાણે નેતાઓનું નામ મંત્રી મંડળમાં સમાવવામાં આવી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી પદના શપથ લેશે. ભૂપેન્દ્ર પટેલ આદે બીજીવાર સીએમ પદના શપથ ગ્રહણ કરી રહ્યા છે. અગાઉ રુપાણી સરકાર બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારે શપથ લીધા હતા.

Related posts

રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે લગ્ન કર્યા, સામે આવી તસવીરો…

news6e

મ્યુચ્યુઅલ ફંડ: વળતરના આધારે નાણાંનું રોકાણ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે, વાંચો સંપૂર્ણ અહેવાલ

cradmin

કડક કાર્યવાહી: વિવાદીત BBC ડોક્યુમેન્ટ્રીને શેર કરતા યુટ્યૂબ ચેનલો બાદ હવે ટ્વીટ બ્લોક કરવા નિર્દેશ

news6e

Leave a Comment