અરવલ્લી જીલ્લાની આંતરાજ્ય સરહદો પરથી બુટલેગરો વિવિધ વાહનો મારફતે નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે શામળાજી પોલીસે જાબ ચિતરીયા ગામની સીમમાં નેશનલ હાઇવે પરથી પીકઅપ ડાલામાં સીટ નીચે ગુપ્ત ખાનાંમાં સંતાડી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી 39 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી અમદાવાદના વિક્કી નામના બુટલેગરને દબોચી લીધો હતો
અમદાવાદ નરોડા નવા પોલીસ સ્ટેશન સામે આવેલ સિદ્ધિ ફ્લેટમાં રહેતો વિક્કી શશીકાંત જ્હા નામનો બુટલેગર પીકઅપ ડાલામાં ડ્રાઇવર સીટ નીચે ગુપ્તખાનું બનાવી રાજસ્થાનના મોદર ગામના સુરેશ પાસેથી વિદેશી દારૂ ભરી શામળાજી થી અમદાવાદ તરફ જતો હોવાની બાતમી મળતા શામળાજી પોલીસે જાબચિતારીયા ગામની સીમમાં નેશનલ હાઇવે.નં-8 પરથી વોચ ગોઠવી અટકાવી તલાસી લેતા પીકઅપ ડાલાના ગુપ્તખાનામાં સંતાડેલ વિદેશી દારૂ-ક્વાંટરીયા નંગ-195 કીં.રૂ.39682/- નો જથ્થો જપ્ત કરી વિક્કી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂ,ડાલું અને મોબાઈલ મળી રૂ.2.40 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
જિલ્લાના અલગ અલગ રાજસ્થાન સીમાઓ પરથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવતો હોય છે ત્યારે વધુ એક મોટી સફળતા મળી