News 6E
Breaking News
Breaking NewsNationalNew story and Sayrie

ભાવનગરના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે સ્ટોકહોમથી નોબેલ પારિતોષિકના કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયું

ભાવનગરના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે સ્ટોકહોમથી નોબેલ પારિતોષિકના કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયું ૧૦ ડિસેમ્બર ના રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે નોબેલ પુરસ્કારના વિશેષ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રિમિંગનું આયોજન કરવામાં આવ્યા હતું.

આ કાર્યક્રમનું આયોજન ગુજકોસ્ટ ગાંધીનગર અને રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર દ્વારા કરવામા આવ્યું હતું. નોબલ પ્રાઇઝ વિષે જાણીએ તો સ્વીડિશ મુળના શોધક અને આંતરરાષ્ર્ટિય ઊદ્યાગપતી આલ્ફેડ નોબેલની અંતિમ ઈચ્છામાં નિર્ધારિત કર્યા મુજબ તેમની સમ્પત્તિ માંથી ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, શરીરવિજ્ઞાન અથવા દવા, શાંતિ અને સાહિત્યમાં ઓસ્લો, નોર્વેમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. નોબેલ… નામ પ્રમાણે જ તેમનું કામ …

અત્યંત ઉમદા… તેમના વારસા અને નોબેલ પુરસ્કાર થી આખી દુનિયા તેમને નમન કરે છે. દર વર્ષે ૧૦ ડિસેમ્બર ના રોજ આલ્ફ્રેડ નોબેલની મૃત્યુની વર્ષગાંઠના દિવસે નવા વિજેતાઓને પુરસ્કાર આપવા માટે સ્ટોકહોમમાં એવોર્ડ સમારંભ યોજાય છે. જેમાં આ વર્ષના નોબેલ પ્રાઈઝ ફિઝિયોલોજી અથવા મેડિસિન માટે નોબેલ પુરસ્કાર: સ્વાંતે પાબો, ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર: એન્ટોન ઝીલિંગર, જ્હોન ક્લોઝર, એલેન એસ્પેક્ટ, રસાયણશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર : કેરોલીન આર. બર્ટોઝી, કાર્લ બેરી શાર્પલેસ, મોર્ટન પી. મેલ્ડલ, નોબેલ શાંતિ પુરસ્કાર: એલેસ બિયાલિઆત્સ્ક, સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર: એની એર્નૉક્સ, અર્થતંત્ર વિજ્ઞાન માટે નોબેલ પુરસ્કારઃ ફિલિપ એચ. ડાયબવિગ, ડગ્લાસ ડબલ્યુ. ડાયમંડ, બેન એસ. બર્નાન્કે ને એનાયત કરવામાં આવ્યા હતા. ૧૯૦૧ થી, આલ્ફ્રેડ નોબેલની મૃત્યુની વર્ષગાંઠના રોજ ૧૦ ડિસેમ્બરના રોજ સમારોહમાં નવા વિજેતાઓને નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે.

સ્ટોકહોમમાં નોબેલ પારિતોષિક પુરસ્કાર સમાંરભમાં, પ્રવચન વિજેતાઓ અને તેમની શોધ અથવા કાર્ય રજુ કરે છે, ત્યારબાદ સ્વિડનના મહામહિમ રાજા દરેક વિજેતાને ડિપ્લોમા અને મેડલ આપે છે. આ સમારંભમાં નોબેલ પારિતોષિત વિજેતાઓ અને તેમના પરિવારો ઉપરાંત મેજેસ્ટિઝ ધ કિંગ અને ક્વિન અને સ્વિડનના રોયલ પરિવારના અન્ય સભ્યો તથા સ્વિડિશ ગવર્મેન્ટ અને આંતરરાષ્ટ્રિય મહેમાનો હાજર રહે છે. યુવા પેઢીમાં અને ખાસ કરીને વિધાર્થીઓમાં નોબલ પ્રાઈઝ વિષે જાગૃતિ ફેલાવવા માટે ગુજરાતના રાજ્યના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી અને ગુજકોસ્ટ દ્રારા નિર્મિત અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન થયેલ રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરમાં નોબેલ પ્રાઈઝ (ફીઝીઓલોજી ઓર મેડીસીન) ગેલેરી એક યુનિક ગેલેરી છે જેમાં ફીઝીઓલોજી / મેડીસીન એવું ક્ષેત્ર છે કે જેમાં આજ સુધી એક પણ લોરીએટસ ને બીજી વાર નોબેલ મળેલ નથી. નોબેલ ગેલેરી ૯૭૬.૦૭ સ્ક્વેર મીટર જેટલા વિશાળ એરિયા માં બનાવેલ છે.

ગેલેરી ના મુખ્ય આકર્ષણોમાં રોટેટરી નોબેલ કોઈન કે જેની સાઈઝ ૧ મીટર ની છે. કુલ ૨૨૪ લોરીએટસ છે કે જેમને ફીઝીઓલોજી ઓર મેડીસીન માં નોબેલ મળેલ છે જે આરએસસી ભાવનગર ની નોબેલ ગેલેર્રી માં રાખવામાં આવેલ છે. ગેલેરી માં પ્રવેશતા જ નોબેલ ની માહિતી આપતું મુવી બતાવવામાં આવે છે. ૩ કરતા પણ વધારે સેલ્ફી પોઈન્ટ્સ છે. ૬ લોરીએટસ છે જે એક જ ફેમિલી માં હોય અને જેમને નોબેલ મળેલ છે : ૧) કાર્લ કોરી & ગરટી કોરી (પતિ-પત્ની) ૨) મે-બ્રીઝ મોઝર &એડવર્ડ મોઝર (પતિ-પત્ની) ૩) કાર્લ બર્જસ્ટોર્મ & સ્વાંતે પાબો(૨૦૨૨) –(પિતા -પુત્ર ). હોર્મોન્સ અને પોલીઓ ઉપર વિવિધ પઝલ રાખેલ છે. DNA નું મોડેલ રાખેલ છે. હરગોવિંદખુરાના કે જેમનો જન્મ ભારત માં થયેલ છે જેમનું પુતળું ગેલેરી માં રાખેલ છે. કુલ ૨૨ નોબેલ લોરીએટસ ના પુતળા ગેલેર્રી માં રાખેલ છે જેમાં ૧૩ ફૂલ અને ૯ હાફ પુતળા છે.

સૌથી યંગએસ્ટ લોરીએટસ ફ્રેદેઈક બેન્તિંગ છે જેમને ૧૯૨૩ માં નોબેલ મળેલ છે સૌથી ઓલ્ડએસ્ટ લોરીએટસ પેટોન રોઉસ જેમને ૧૯૬૬ માં નોબેલ મળેલ છે કુલ ૨૨૪ માંથી ૨૧૨ પુરુષ અને ૧૨ મહિલાઓ છે જેમને નોબેલ પ્રાઈઝ મળેલ છે. જેમાં ૧૧ મહિલાઓ નોબેલ પ્રાઈઝ શેર કરેલ છે અને ૧ મહિલા (બાર્બરા મેક્કલીનટોક) કે જેમને સિંગલ નોબેલ પ્રાઈઝ મળેલ છે. ૨૦૨૧ માં ૨ લોરીએટસ નોબેલ પ્રાઈઝ મળેલ છે જે ગેલેરી માં રાખેલ છે. ૫ કવોટેશન વોલ છે. ફ્લેગ વોલ છે જેમાં ૩૫ દેશો કે જેમને નોબેલ પ્રાઈઝ મળેલ હોય તે દર્શાવેલ છે. નોબેલ ગેલેરી માં કુલ ૨૨ કિઓસ્ક છે અને ઇન્ફોગ્રફીક્સ પેનલ પણ રાખેલ છે. ૬ ઇન્ટરએક્ટીવ એક્ઝીબીટ છે. ૮ જેટલા 3D મોડેલ છે, ૧૦ જેટલા સ્ટેટિક મોડેલ રાખેલ છે.

૨૫ જેટલા બુક્સ ના મોડેલ છે કે જે લોરીએટસ દ્વારા લખેલ છે. રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડો. ગિરીશ કે ગોસ્વામી નાં માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિવેકાનંદ હોમિયોપથી મેડિકલ કૉલેજ ભાવનગર ડાયરેક્ટરશ્રી ડો. ગિરીશભાઇ વાઘાણી, ગવર્નમેંટ મેડિકલ કૉલેજ ભાવનગર ડીનશ્રી ડો. હેમંત મહેતા મુખ્ય મહેમાન ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે એસ પી ભટનાગર (ભૂતપૂર્વ હેડ, ફિજીક્સ ડિપાર્ટમેન્ટ, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર) ડૉ. રામાવતાર મિણા (સિનિયર પ્રિન્સિપલ સાયન્ટિસ, સેન્ટ્રલ સોલ્ટ, ભાવનગર ) અને ડો. સ્વપ્નિલ પારલિકર ( એસોસીએટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિઓલોજી, ગવર્મેન્ટ મેડિકલ કૉલેજ, ભાવનગર ) જેવા વિષય નિષ્ણાતો અનુક્રમે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને શરીરવિજ્ઞાન અથવા દવાના ક્ષેત્રોમાં વર્ષ ૨૦૨૨ ના નોબેલ પારિતોષિક વિષે વિજેતાઓની વિગતો આપી હતી.

Related posts

Hindustan Unilever Ltd. Increases Parent’s Royalty Payment

news6e

કડક કાર્યવાહી: વિવાદીત BBC ડોક્યુમેન્ટ્રીને શેર કરતા યુટ્યૂબ ચેનલો બાદ હવે ટ્વીટ બ્લોક કરવા નિર્દેશ

news6e

Acne Problem: ચહેરા પરના પિમ્પલ્સ વર્ષોથી ખતમ નથી થઈ રહ્યા, આ વસ્તુઓથી મળશે તરત ફાયદો

news6e

Leave a Comment