‘પુરુષો તાકતવર જ હોય એમને કોઈ જ બાબત નું દુઃખ ન થાય એ કોઈ દિવસ રડે નહીં રડે તો ઢીલો કહેવાય.’ આ બધું એક સ્ત્રીએ મગજ માંથી કાઢવું જ પડશે હું જાણું છું કે મોટા ભાગના પુરુષોની બહારનું વ્યક્તિત્વ કંઈક અલગ અને અંદર કંઈક જુદી જ ગડમથલ હોય છે.પરંતુ કેટલાક પુરુષો એવા પણ છે જે ઉપરની બાબતો થી અલગ જ તરી આવે છે એટલે એવું નથી કે એ લોકો તાકતવર નથી બળવાન તો છે જ પણ તાકાતનું પ્રદર્શન કરતા નથી. તેઓને દુઃખ પણ થાય છે. મનને હળવું કરવા રડી પણ લે છે. પહેલા જૂની માન્યતા હતી એક પુરુષ ઘરના કામમાં સ્ત્રીને મદદ ન કરી શકે રસોડામાં આવી રસોઈ ન કરી શકે એને અમુક પુરુષોએ ખોટી સાબિત કરી છે. હું સ્ત્રી થઈને એ જ પુરુષની વાત કરું છું જે ઘરકામમાં પણ મદદ કરે છે.
રસોઈમાં પણ સાથ આપે છે, મહેમાનઆવે ત્યારે પાણી, ચા અને નાસ્તો સર્વ કરવામાં જરાય ખચકાટ કે કોઈ શરમ રાખતો નથી.પોતે ખુશ રહે છે પત્ની ને પણ ખુશ જોવા માંગે છે. બાળકની સંભાળ રાખે છે. જે રીતે એક સ્ત્રીને ‘વર્કિંગવુમન’ કહીએ એ જ રીતે પુરુષ પોતાની ઓફિસની સાથે સાથે ઘરની પણ સંભાળ લે છે એમાં કોઈ નાનમ નથી તેઓ પોતાની મરજીથી સ્ત્રીને અર્ધાંગિની સમજીને કરે છે બસ આ જ રીતે આપણે સ્ત્રી તરીકે પુરુષો માટેની પણ વિચારધારા બદલવી પડશે અમુક પુરુષો ‘મર્દ કો દર્દ નહીં હોતા ‘ની વિચારધારાને પકડી રાખતા પોતાનું દુઃખ છુપુ રાખે છે. કોઈને કહી નથી શકતા અને બધું સહન કરતા રહે છે આવા પુરુષો ડિપ્રેશન કે હૃદયરોગના હુમલાનો શિકાર બને છે. કોઈવાર ગંભીર બીમારીનો ભોગ પણ બની જાય છે સ્ત્રી વગર પુરુષનું અસ્તિત્વ નથી અને પુરુષ વગર સ્ત્રી અધુરી છે આજ રીતે બંને પાત્રો પોતાની આગવી ઓળખ બનાવતા આવ્યા છે. એટલે જ બંન્ને એકમેકના સહભાગી થવું જ રહ્યું.