News 6E
Breaking News
Breaking NewsJobNational

મિડ-સિનિયર સ્તરના પ્રોફેશનલ્સની માંગ વધી, મેનેજમેન્ટ સ્તરની નોકરીઓમાં 6%, રિયલ એસ્ટેટમાં 10 ટકા વૃદ્ધિ

વ્હાઇટ કોલર જોબ્સ એટલે કે મેનેજમેન્ટ સ્તરની નોકરીઓમાં નવેમ્બરમાં 6 ટકાનો વધારો થયો. છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવી નોકરીઓમાં સૌથી વધુ 10% વૃદ્ધિ જોવા મળી હતી અને સૌથી ઓછી વૃદ્ધિ આઇટી સેક્ટરમાં 3 ટકા હતી. વૈશ્વિક અર્થતંત્રમાં મંદી વચ્ચે ભારતીય જોબ માર્કેટમાં આ મજબૂતીનો સંકેત છે. ફાઉન્ડિંટ ઇનસાઇટ ટ્રેકર (અગાઉ મોન્સ્ટર એમ્પ્લોયમેન્ટ ઇન્ડેક્સ) ના તાજેતરના માસિક અહેવાલ મુજબ રિટેલ, બેન્કિંગ અને ફાઇનાન્સ જેવા સેક્ટર્સમાં નવેમ્બર મહિનામાં ભરતીમાં સતત વૃદ્ધિ કરી છે. આઈટી અને મીડિયા ઈન્ડસ્ટ્રીમાં અમુક મહિનાઓ સુધી સતત ઘટાડા પછી ભરતીમાં સુધારો થયો છે. ટીયર-2 શહેરોમાં પણ ભરતીનો આઉટલૂક સકારાત્મક છે. ફાઉન્ડિટના સીઇઓ શેખર ગરિસાએ જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ, રિટેલ, ટેક અને બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા (BFSI) જેવા મુખ્ય સેક્ટર્સમાં ભરતીમાં વધારો થયો છે.

ગયા મહિને 7 થી 10 વર્ષનો અનુભવ ધરાવતા મિડ સીનિયર સ્તરના પ્રોફેશનલ્સની માંગ માસિક ધોરણે 5 ટકા વધી છે. જેનું મુખ્ય કારણ વિશિષ્ટ કાર્ય માટે ટ્રેન્ડ પ્રોફેશનલ્સને પ્રાધાન્ય આપવાનું છે. સમાન અનુભવ ધરાવતા BFSI વ્યાવસાયિકો માટે નવેમ્બરમાં રૂ. 12.92-20.40 લાખના સૌથી વધુ વાર્ષિક પગારની ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ રિટેલ સેક્ટરનો ક્રમ આવે છે જ્યાં કંપનીઓએ મિડ-સીનિયર સ્તરના વ્યાવસાયિકોને 12.95- 18.84 લાખ રૂપિયાનો પગાર આપ્યો છે.

Related posts

Airtelનો ખાસ પ્લાન, 184 દેશોમાં ફ્રી ડેટા અને કોલિંગ સર્વિસ આપશે, કિંમત 649 રૂપિયાથી થાય છે શરૂ

news6e

Truecaller લાવ્યું ફેમિલી પ્લાન, 5 યુઝર્સને એક સાથે મળશે આ ફિચર્સ

news6e

Weight Loss: टमाटर खाएंगे तो क्या वजन कम होगा? पेश है विशेषज्ञ की राय

news6e

Leave a Comment