Truecaller એ તાજેતરમાં એક ફેમિલી પ્લાન લૉન્ચ કર્યો છે જે કુલ 5 યુઝર્સને એક સબ્સ્ક્રિપ્શન સાથે તેની પ્રીમિયમ સર્વિસનો બેનિફિટ લેવાની પરમિશન આપશે. ફેમિલી પ્લાનની માસિક સભ્યપદ રૂપિયા 132માં અને વાર્ષિક સભ્યપદ રૂપિયા 925માં ઉપલબ્ધ થશે. સબ્સ્ક્રિપ્શન પર, Truecaller પરિવારના પાંચ સભ્યો સુધી તેની વિશેષતાઓને એક્સેસ કરવાની પરમિશન આપશે જેમ કે પ્રોફાઇલ વ્યૂઝ ચેક કરવા અને એક યુઝર એકાઉન્ટ પર એડવાન્સ્ડ સ્પામ બ્લૉકિંગ કોઈ વધારાના ખર્ચ વિના યુ.એસ.માં અપેક્ષા મુજબ આ સર્વિસ વિશ્વભરના એન્ડ્રોઇડ યુઝર્સ માટે પ્રથમ રોલઆઉટ થઈ રહી છે. iOS યુઝર્સ માટે તેની રિલીઝની ટાઇમલાઇન હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
સ્વીડિશ કોલર આઈડી એપએ એક ઓથોરાઇઝ નિવેદનમાં જણાવ્યું હતું કે “ફેમિલી પ્લાન એ Truecaller પ્રીમિયમ મેળવવાની સૌથી નવી રીત છે. ફેમિલી પ્લાન તમને તમારા “ફેમિલી”માં કોને જોઈએ છે તે પસંદ કરવા દે છે. જો તમારી બેસ્ટી માટે તમે એક ભાઈ-બહેનની જેમ, તેઓ તમારા કુટુંબ યોજનામાં સામેલ થઈ શકે છે! ફક્ત 4 લોકોને પસંદ કરો અને તેમને તમારા સબ્સ્ક્રિપ્શનમાં ઉમેરો.
Truecaller પાસે 300 મિલિયન મંથલી એક્ટિવ યુઝર્સ
2009માં શરૂ થયેલ Truecaller યુઝર્સને કૉલની રિંગ પહેલાં ઓળખ કરવાની પરમિશન આપે છે, તેમજ લોકોને કૉલ સ્પામ નંબરથી છે કે કેમ તે જોવાની પરમિશન આપે છે. કોલ આઇડેન્ટિફિકેશન એપ પાસે 300 મિલિયન માસિક સક્રિય યુઝર્સનો આધાર છે, ભારતમાં તેના 73 ટકા યુઝર્સ છે, જ્યાં તે તેના યુઝર્સબેસને જાળવી રાખવા માટે નવા ફિચર્સ રજૂ કરવાનું ચાલુ રાખે છે. ગયા અઠવાડિયે Truecaller એ ભારતીયોને ચકાસાયેલ સરકારી અધિકારીઓ સાથે જોડાવા માટે ભારતમાં “સરકારી ડિરેક્ટરી” ફિચર્સ શરૂ કરી.