ભાવનગરમાં જિલ્લા આરોગ્ય સમિતિ દ્વારા એનેમીયા મુક્ત ભારત અંતર્ગત તાલીમ યોજવામાં આવી એનેમીયા મુક્ત ભારત અંતર્ગત ભાવનગર જિલ્લામાં તા. ૧૫ મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ હોટલ સરોવર પોર્ટિકો ખાતે જિલ્લા કક્ષાની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જિલ્લા જેમાં ડો. ચંદ્રમણિ કુમાર મુખ્ય આરોગ્ય અધિકારી ભાવનગર, આર.સી.એચ.ઓ. ભાવનગર ડો.કોકિલાબેન સોલંકી, ડો. સુનિલ સોન્થાલીયા સ્ટેટ મિલ લીડ ગાંધીનગર પ્રોજેક્ટ વૃદ્ધિ, પી. ઓ, આઈ.સી.ડી.એસ. જિલ્લા ભાવનગર શારદાબેન દેસાઈ તથા શિક્ષણ અધિકારી રામજીભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં તાલુકા આરોગ્ય અધિકારીઓ, મેડિકલ ઓફિસરઓ, સી.ડી.પી.ઓ.અને પ્રોજેક્ટ વૃદ્ધિ કેર ઇન્ડિયાના બ્લોક કોઓર્ડીનેટરઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આર.સી.એચ.ઓ. ભાવનગર ડો. કોકિલાબેન સોલંકી તથા ડો. હરપાલસિંહ ગોહિલ, સિનિયર મેડિકલ ઓફિસર, ડી.ટી.ટી., અને પ્રોજેક્ટ વૃદ્ધિના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર મુકુંદભાઈ રામાવત તથા કેપેસીટી બિલ્ડીંગ ઓફિસર શાંતિલાલભાઈ પરમાર દ્વારા એનેમીયા પર વિવિધ વિષયો જેવા કે એનેમીયાની ઓળખ, ડિયાગ્નોસિસ અને અને ટેસ્ટિંગ, ચેન્જ પ્રોફાઇલેક્સિસ, ટ્રીટમેન્ટ, સામાજિક અને બિહેવિયરલ કોમ્યુનિકેશન વગેરે વિષયોને આવરી લેવામાં આવ્યા હતા અને વિગતવા૨ તાલીમ આપવામાં આવેલ હતી.
previous post
Related posts
Click to comment