ખીર તો તમે ઘણી જ અલગ અલગ પ્રકારની બનાવી હશે. આજ આપણે શિયાળામાં મળતા હેલ્થી ને લાલ ગાજર માંથી ખીર બનાવવાની રીત સ પ્રમાણે છે. ઘરે જ આસાન ખીર બની શકે છે.
ગાજરની ખીર બનાવવા જરૂરી સામગ્રી
છીણેલું ગાજર 1 -2
ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
ઘી 1-2 ચમચી
કસ્ટર્ડ પાઉડર 2 ચમચી
કાજુ, બદામ, પિસ્તા ની કતરણ 4-5 ચમચી
ચારવડી 1-2 ચમચી
ખાંડ 1 કપ
ગાજરની ખીર બનાવવાની રીત
ગાજર ની ખીર બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી ને તૈયાર કરી લ્યો ત્યાર બાદ એક કપ દૂધ માં કસ્ટર્ડ પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને અને ડ્રાય ફ્રુટ ની કતરણ તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલા ગાજર નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો ગાજર બરોબર શેકાઈ જાય એટલે એમાં થોડા ડ્રાય ફ્રુટ ગાર્નિશ માટે એક બાજુ મૂકી બીજા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો.
હવે એમાં કસ્ટર્ડ વાળુ દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાકી નું દૂધ નાખી મિક્સ કરી ખીર ને ઉકાળો ખીર ઉકળી ને થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવી લેશું. (અહી તમે કસ્ટર્ડ પાઉડર ની જગ્યાએ મોરો માવો કે પછી મિલ્ક પાઉડર પણ નાખી શકો છો.)
ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવી ને ચડાવી લ્યો ખાંડ ઓગળે એટલે એમાં ચારવડી નાખી મિક્સ કરી બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો ખીર બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી એક બાજુ રાખેલ ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને સર્વ કરો ગાજરની ખીર.