ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) માં ડેપ્યુટી રજીસ્ટાર, પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, ડેટા ઓપરેટર, જુનિયર ક્લાર્ક સહિતની 39 પોસ્ટ માટે કરાર આધારીત ભરતી જાહેર કરી છે. ઉમેદવારો 2 જાન્યુઆરી સુધી recruit191.gtu.ac.in વેબસાઇટ પરમ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી, તેની પ્રિન્ટ 9 જાન્યુઆરી સુધીમાં જીટીયુ રજીસ્ટારને મોકલવાની રહેશે.
જાહેર કરેલા ભરતીમાં સૌથી વધારે 22 એસોસિએટ પ્રોફેસરની જગ્યા ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીપેરી) માં ભરાશે. જાહેર કરેલી ભરતીમાં કમ્પ્યુટર, સિવિલ, મિકેનલના પ્રોફેસરની ભરતી માટે ઉમેદવારે નક્કી કરેલા વિષયમાં પીએચ.ડીની ડિગ્રી મેળવેલી હોવી જોઇએ. ઉપરાંત 10 વર્ષનો શિક્ષણ, રિસર્ચ ઇન્ડસ્ટ્રીઝનો અનુભવ હોવો જોઇએ. ઉપરાંત 6 રિસર્ચ પેપર પબ્લિશ થયેલા હોવા જોઇએ. જ્યારે કે એસોસિએટ પ્રોફેસરની ભરતી માટે નક્કી કરેલા વિષયમાં પીએચ.ડીની ડિગ્રી ઉપરાંત 8 વર્ષનો અનુભવ અને 6 રિસર્ચ પબ્લિકેશન જાહેર થયેલા હોવા જોઇએ.
ફોર્મ સાથે આ દસ્તાવેજો આપવાના રહેશે
* પીએચ.ડી સર્ટિફિકેટ
* સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
* જર્નલમાં પબ્લિશ થયેલા લેખની માહિતી
* છેલ્લા વર્ષની માર્કશીટ
* ડિગ્રી સર્ટિફિકેટ અનુભવનું સર્ટિફિકેટ
* યુજીસી-એઆઇસીટીઇએ” માન્ય કરેલા રિસર્ચ પેપર
* પાન – આધાર કાર્ડ