News 6E
Breaking News
Breaking News

વધુ એક ભારતીયની વિદેશમાં હત્યા, કેન્યામાં સ્થાયી થયેલા ખંભાળિયાના યુવાન પર ગોળીબાર

હત્યા

વિદેશમાં ભારતીયોની હત્યાના વધુને વધુ કેસ સામે આવી રહ્યા છે. કેનેડામાં આ મહિને બે ભારતીયોની હત્યા કરી દેવામાં આવી હતી. આફ્રિકન દેશ કેન્યામાં પણ ભારતીયોના અપહરણ અને હત્યાના મામલા સામે આવતા રહે છે. ત્યારે હવે વધુ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

મૂળ ખંભાળિયા તાલુકાના દાતા ગામનો યુવાન કેન્યામાં સ્થાયી થયો હતો, જેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ખંભાળિયાના દાતાનો કેતન હિંમતલાલ શાહ નામનો યુવાન કેન્યામાં સ્થાયી થયો હતો. અહીં તે પોતાની મોબાઈલની દુકાન ચલાવતો હતો. આજે જયારે તે પોતાની દુકાનમાં હતો, ત્યારે અજાણ્યા બાઈક સવારે આવીને તેના પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેનું મૃત્યુ નીપજ્યું છે. કેતનના મૃત્યુના સમાચાર મળ્યા બાદથી પરિવારમાં શોકનું મોજું છવાઈ ગયું છે.

આ અંગે હજુ સુધી ભારતીય દૂતાવાસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. જણાવી દઈએ કે અગાઉ આ વર્ષે જુલાઈમાં કેન્યામાં બાલાજી ટેલીફિલ્મ્સના પૂર્વ સીઈઓ ઝુલ્ફીકાર અહમદ ખાન અને તેમના મિત્ર મોહમ્મદ ઝૈદ સમી કિડવાઈનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને ઓક્ટોબર મહિનામાં તેમની હત્યાની ખબર સામે આવી હતી. તેઓ કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોના ડિજિટલ કેમ્પેઈન ટીમનો ભાગ હતા. તેમની કેન્યાના આતંકીઓએ ઘાતકી હત્યા કરી દીધી હતી.

Related posts

FIFA WC 2022: આ 8 ટીમોએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું, જાણો આગામી રાઉન્ડમાં કોના વચ્ચે થશે મુકાબલો

news6e

બ્રિટેન: વડાપ્રધાન ઋષિ સુનકને બ્રિટિશ પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે કારણ?

news6e

શ્રીલંકાના રસ્તા પર પાકિસ્તાન, ટાટા સહિતની આ કંપનીઓનો પાકિસ્તાનમાં મોટો કારોબાર, હવે શું થશે?

news6e

Leave a Comment