News 6E
Breaking News
Breaking NewsNational

સિક્કિમમાં મોટો અકસ્માત, સેનાની ટ્રક ખીણમાં પડી, 16 જવાનોના મોત

સિક્કિમ

સિક્કિમમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં શુક્રવારે એક બસ ઊંડી ખીણમાં પડી જતાં 16 સેનાના જવાનોના મોત થયા હતા. સ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઘટના ઉત્તર સિક્કિમના ગેમા વિસ્તારમાં બની હતી.

મળતી માહિતી મુજબ, સવારે સેનાના ત્રણ વાહનો સૈનિકોને લઈ જઈ રહ્યા હતા. આ કાફલો ચતનથી થંગુ તરફ જઈ રહ્યો હતો. ગેમા જવાના રસ્તે વળાંક પર ઢોળાવને કારણે એક વાહનના ચાલકે અચાનક કાબુ ગુમાવી દીધો હતો અને વાહન નીચે ખીણમાં ખાબક્યું હતું.

માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી. કહેવાય છે કે 4 ઘાયલ જવાનોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા મૃત્યુ પામ્યા હતા.

ભારતીય સેનાએ આ દુર્ઘટના પર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તે આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. પરિવારને દરેક શક્ય મદદ કરવામાં આવશે.

આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટર પર શોક વ્યક્ત કરતા લખ્યું – ‘ઉત્તર સિક્કિમમાં એક માર્ગ અકસ્માતમાં ભારતીય સૈન્યના જવાનોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખ થયું. રાષ્ટ્ર તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે ખૂબ જ આભારી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.’

Related posts

માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર, અભિનેત્રીએ કર્યાં ગુપ્ત લગ્ન! વરરાજા કોણ છે?

news6e

અમદાવાદ – સુરક્ષાના ઘેરા વચ્ચે પઠાણ રીલીઝ, અમદાવાદમાં પોલીસ દરેક થીયેટરની બહાર તહેનાત

news6e

Hair Care Tips: સફેદ વાળને કાળા કરવા માટે આમળાને આ રીતે લગાવો, ચોટલો કમર સુધી લાંબો થઈ જશે..

news6e

Leave a Comment