News 6E
Breaking News
Breaking NewsNational

યાત્રાધામ બહુચરાજી માં આસ્થા જવેલર્સ માં લૂંટ કરવા આવેલી લૂંટારું ટોળકી ને પોલીસે ઝડપી પાડી

મહેસાણા જિલ્લા સહિત રાજ્યના કેટલાક ભાગોમાં છેલ્લા ઘણાં સમય થી ચોરી ની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે તો લૂંટ ની ઘટનાઓ પણ બની રહી છે…ત્યારે મહેસાણા જિલ્લા ના યાત્રાધામ બહુચરાજી માં આસ્થા જવેલર્સ માં લૂંટ કરવા આવેલી લૂંટારું ટોળકી ઝડપાઇ ગઈ છે..ગાંધીનગર સીઆઇડી ક્રાઈમ માં ફરજ બજાવતા વાય.કે.ઝાલા ને ખાનગી બાતમી મળતા તેમને સ્થાનિક પોલીસ ની મદદ થી બહુચરાજી માં આવેલા આસ્થા જવેલર્સ આગળ વોચ ગોઠવી હથિયારો સાથે આવેલા ત્રણ લૂંટારું ને ઝડપી પાડવા માં સફળતા મળી છે.

પ્રાણ ઘાતક હથિયારો સાથે આવેલા ત્રણ લૂંટારું ઝડપાતા નકલી પિસ્તોલ ઝડપાઇ છે જેના પગલે સીઆઇડી ક્રાઈમ પીએસઆઈ ની ફરીયાદ આધારે ત્રણે લૂંટારું વિરુદ્ધ બહુચરાજી પોલીસ સ્ટેશન માં લૂંટ,કાવતરું અને આર્મ્સ એક્ટ હેઠળ પોલીસ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવા માં આવી છે.  પોલીસ દ્વારા હાલમાં (૧) ગોસ્વામી મહેશપુરી ઉર્ફે બીટ્ટુ સોમપુરી લહેરપુરી તેમજ (ર) યશપાલસિંહ ભારતસિંહ મહોબતસિંહ વાઘેલા તેમજ (૩) વાઘેલા જયરાજસિંહ મંગુભા સામે બહુચરાજી પોલીસ મથકે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી  છે

Related posts

फर्जीवाड़ा: जमीन दिलाने के नाम पर 4.60 लाख रुपए हड़पने का आरोप, पुलिस ने दो प्रॉपर्टी डीलरों पर दर्ज किया केस

news6e

ભારતમાં વર્ષે 3.4 મિલયન ટન પ્લાસ્ટિક ઉત્પન્ન થાય છે, જેમાંથી ફક્ત 30 ટકા જ રિસાયકલ કરવામાં આવે છે

news6e

White Pumpkin: શું તમે ક્યારેય સફેદ કોળું ખાધું છે? જો તમે ફાયદા જાણશો તો તમે નકારી શકશો નહીં…

news6e

Leave a Comment