News 6E
Breaking News
Breaking NewsFood and LifestyleNational

ખાવામાં સ્વાદિષ્ટ અને સ્વસ્થ માટે પૌષ્ટિક એવા મીઠામાં આમળા પલાળવાની રીત

આ રીતે તૈયાર કરેલ આમળા તમે લાંબો સમય સુધી સાચવી શકો છો અને એનો અલગ અલગ વાનગી માં કે સીધા ખાવા માં ઉપયોગ કરી શકો છો આમળા ની સીઝનમાં આમળા લઈ એને મીઠા વાળા પાણી માં રૂમ ટેમ્પરેચર માં લાંબો સમય સુધી સાચવી શકો છો.

મીઠા વાલા આમલા બનાવા જરુરી સમગ્રી
 500 ગ્રામ આમળા
 20-25 તીખા લીલા મરચા
 2 /2 ચમચી મીઠું
 500 એમ.એલ.પાણી
સૂચનાઓ
મીઠા વાળા આમળા
1.મીઠા વાળા આમળા બનાવવા સૌપ્રથમ આમળા ને પાણી મા ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ કપડા થી એક એક આમળા ને કોરા કરી એક બાજુ મૂકો

2. ત્યારબાદ લીલા મરચા ને પણ પાણી માં બરોબર ધોઇ કાઢો ને એને પણ કપડા થી સાવ કોરા કરી લ્યોઅને મરચા માં કાપા પાડી લ્યો
3. હવે ગેસ પર એક તપેલી માં પાંચસો એમ એલ. પાણી માં મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દસ મિનિટ ઢાંકી ને ઉકાળીલ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો અને એમાં આમળા નાખી દયો અને ગેસ બંધ કરી ઢાંકી પાંચ મિનિટ રહેવા દયો
4.પાંચ મિનિટ પછી એમાં મરચા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાણી ને બિલકુલ ઠંડુ થવા મૂકો અને પાણી બિલકુલ ઠંડુ થાય એટલે એક કાંચ ની બરણી માં ભરી લ્યો ને ધ્યાન રહે કે આમળાને મરચા ઉપર પાણી નું લેવલ રહે.
5. તૈયાર મીઠા વાળા આમળા ને તમે બીજા દિવસ થી ખાઈ શકો છે ને અઠવાડિયા માં આમળા બરોબર તૈયાર થઈ જશે ને મજા લ્યો મીઠા વાળા આમળા

Related posts

WTC Final 2023: ઇગ્લેન્ડ વિરુદ્ધ હારથી પાકિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની રેસમાંથી બહાર

news6e

ગુજરાતી ફિલ્મ લાસ્ટ ફિલ્મ શોને જાપાનના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી, ટોક્યોમાં જ આ ફિલ્મ 24 સિનેમાઘરોમાં રજુ થઈ

news6e

અર્શદીપે શ્રીલંકા સામેની બીજી T20માં પાંચ નો બોલ ફેંક્યા, બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

news6e

Leave a Comment