News 6E
Breaking News
Breaking NewsJobNational

થર્ટી ફર્સ્ટમાં અમદાવાદ પોલીસ દારુડીયાઓને પકડવા 700 બ્રેથ એનલાઈઝરનો કરશે ઉપયોગ, 200 જગ્યાએ નાકાબંધી

થર્ટી ફર્સ્ટમાં અમદાવાદ પોલીસ દારુડીયાઓને પકડવા 700 બ્રેથ એનલાઈઝર મશીનની મદદ લેશે. ગુજરાતમાં દારુબંધી છે ત્યારે ડ્રક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ પણ બનતા હોય છે ત્યારે પોલીસે આ વખતે એક્શન પ્લાન દારુડીયાને પકડવા માટે બનાવ્યો છે. 200 જગ્યાઓ પર નાકાબંધી કરવામાં આવશે. થર્ટી ફર્સ્ટને લઈને તૈયારીઓ તેજ બની છે ત્યારે પોલીસ દ્વારા પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, અમદાવાદમાં દરેક એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ દ્વારા કળી નિગરાણી રાખવામાં આવશે. આ વખતે ક્રિસમસનો માહોલ શહેરમાં જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસે પણ તેની સાથે સાથે તેની તૈયારીઓ તેજ કરી છે.

થર્ટી ફર્સ્ટની અંદર રોમિયોને પકડવા માટે પણ પોલીસે ખાસ એક્શન પ્લાન
આ ઉપરાંત કાંકરિયા કાર્નિવલને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. શહેર પોલીસ દ્વારા 31 ડિસેમ્બર માટે તૈયાર કરાયેલા એક્શન પ્લાન મુજબ 24 કલાક નાકાબંધી તેમજ રેસ્પિરેટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. બહારગામથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવશે. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મોલ, મલ્ટીપ્લેક્સ, ગાર્ડન સહિતના જાહેર માર્ગો પર મહિલા પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે. થર્ટી ફર્સ્ટની અંદર રોમિયોને પકડવા માટે પણ પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે.

આ વિસ્તારોમાં પોલીસનો રહેશે બંદોબસ્ત 
સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, એસપી રિંગ રોડ, રિવરફ્રન્ટ, વસ્ત્રાપુર તળાવ, પ્રહલાદનગર ગાર્ડન, યુનિવર્સિટી જેવા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત રહેશે. દારૂડિયાઓને પકડવા માટે શહેર પોલીસ 700 જેટલા બ્રેથ એનાલાઈઝર મશીનની મદદ લેવામાં આવી છે.

1200 બોડીવોર્ન કેમેરા ઉપયોગ લેવાશે 
31મી ડિસેમ્બરના રોજ 1200 બોડીવોર્ન કેમેરા, 14 ટોઇંગ વાન, 8 ઇન્ટરસેપ્ટર વાનનો ઉપયોગ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કરવામાં આવશે. રસ્તા પર પાર્ક કરાયેલા કોઈપણ વાહનને ટોઈંગ કરવામાં આવશે. 14 ટોઈંગ વાન તેમના નિયુક્ત વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરશે.

Related posts

કાંકરિયા તળાવ એ અમદાવાદ, ગુજરાત, ભારતનું બીજું સૌથી મોટું તળાવ છે.

news6e

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો 18મો દીક્ષાંત સમારોહ યોજાયો

news6e

માસૂમ ચહેરો, સાદો રંગ… ‘બલમા ઘોડે પે ક્યૂં સવાર હૈ’ ગીતની ગાયિકા ખૂબ જ સુંદર છે.

news6e

Leave a Comment