News 6E
Breaking News
Breaking NewsNational

રાજકોટનાં પોલીસ સ્ટેશનમાં અચાનક લાગી આગ: ૧૮ વાહનો બળીને ખાક

રાજકોટ

રાજકોટનાં પોલીસ સ્ટેશનમાં લાગી આગ: ૧૮ વાહનો બળીને ખાક રાજકોટમાં ગઈકાલે અજીબ ઘટના બની હતી.જેમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ કબ્જે કરાયેલા ટુ – વ્હીલર કોઈ કારણોસર આગ લાગતા નાસભાગ થઈે હતીે જેમાં આ આગની લપેટમાં 18 જેટલા ટુ વ્હીલર આવી જતા તે બળીને ખાક થયા હતા.બનાવની જાણ ફાયબ્રિગેડની ટીમને કરતા સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

વિગતો મુજબ ગઈકાલ સાંજના સવા પાંચ વાગ્યાની આસપાસ ભક્તિનગર પોલીસ મથકમાં મુદ્દામાલ જપ્ત કરાયેલા ટુ વ્હીલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.અને બનાવની જાણ થતાં ભકિતનગરના પોલીસ સ્ટાફે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો.અને બાદમાં ફાયરબ્રિગેડને જાણ કરતા તેનો સ્ટાફ એક ફાયર ફાઈટર સાથે સ્થળ પર દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવી થોડી વારમાં જ આગ કાબુમાં લઈ લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં 4 એકટીવા 1 સ્કૂટી, 2 સીબીઝેડ, 1 અપાચે, 1 સાઈન અને 9 સ્પ્લેન્ડર મળી 18 વાહનો સળગી ગયા હતા. સ્થળ પર અંદાજે 70થી વધુ વાહનો પડયા હતા જો કે આગ લાગવા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી.ભકિતનગર પોલીસે જાણવા જોગ નોંધ કરી અને આગ કયા કારણથી લાગી તે બાબતે તપાસ શરૂ કરી છે.

Related posts

તબ્બુ 52 વર્ષની ઉંમરે અપરિણીત છે, કહ્યું- અજય દેવગનના કારણે લગ્ન ન કરી શકી…

news6e

સોમનાથનો અર્થ થાય છે “સોમનો ભગવાન” અથવા “ચંદ્ર” આ સ્થળને પ્રભાસ (“વૈભવનું સ્થાન”) પણ કહેવામાં આવે છે. સોમનાથ મંદિર હિન્દુઓ માટે એક જ્યોતિર્લિંગ સ્થળ છે,

news6e

ભાવનગરના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે સ્ટોકહોમથી નોબેલ પારિતોષિકના કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયું

news6e

Leave a Comment