મહારાષ્ટ્રના રત્નાગીરી નજીક દેવગઢ પોર્ટ થી આશરે 15 માઈલના અંતરે માછીમારી કરવા ગયેલ બોટમાં આગ લાગતા બોટમાં સવાર માછીમારોના જીવ તાળવે ચોટ્યા હતા. જો કે અન્ય બોટ સાથે માછીમારો મદદે દોડી આવતા સૌને હેમખેમ ઉગારવા સાથે બોટના કાટમાળ ને પણ ટોઇંગ કરી કિનારે લાવવામાં સફળતા મળી હતી.
રવિવારના રોજ સવારે આશરે 9:00 કલાકે દેવગઢ પોર્ટ થી 15 નોટિકલ માઈલ ના અંતરે દરિયો ખેડવા ગયેલી માછીમારોની બોટમાં અચાનક આગ લાગતા બોટમાં સવાર માછીમારોના જીવ તાળવે ચોંટ્યા હતા. બોટના ઉપરનો ભાગ બળીને રાખ થઈ ગયો હતો. ઘટના અંગે જાણ થતા માછીમારી કરવા ગયેલા અન્ય માછીમારો આગની ઘટનામાં ભોગ બનેલ બોટમાં સવાર માછીમારોની મદદથી આવી પહોંચ્યા હતા
દેવગઢ પોર્ટ ના કસ્ટમ અને પોલીસ વિભાગને જાણ થતા સ્પીડ બોટલલ લઇ તેઓ પણ ઘટનાનો ભોગ બનનાર બોટમાં સવાર માછીમારોની મદદથી પહોંચ્યા હતા. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ બે જેટલા વ્યક્તિઓને દાજી જવાથી તેઓને દેવગઢ ની સ્થાનિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે અન્ય બોટ મારફતે નુકસાન પામેલી બોટને ટોઇંગ કરી કાંઠે લાવવામાં આવી હતી.