News 6E
Breaking News
tourism news

કડકડતી ઠંડીમાં પણ અહીં નીકળતું રહે છે ગરમાગરમ પાણી, શરદીની સિઝનમાં ઉઠાવો આ 5 કૂંડમાં ન્હાવાનો ભરપૂર આનંદ

શિયાળામાં ફરવા જવા માટે તો આજે અમે તમને ગરમ પાણીના કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આવા ઘણા ગરમ પાણીના કુંડ ભારતમાં છે જેનું પાણી શિયાળામાં ગરમ રહે છે

  • શિયાળામાં પણ ભારતમાં આવેલ આ કુંડનું પાણી ગરમ રહે છે
  • ભારતમાં જોવા મળતા 5 ગરમ પાણીના કુંડ વિશે જણાવશું
  • કુંડોને લઈને સામાન્ય લોકોમાં ઘણીવિવિધ માન્યતાઓ પણ પ્રચલિત છે

નવા વર્ષની શરૂઆતને થોડા જ દિવસો બાકી રહ્યા છે અને એવામાં ઘણા લોકો ફરવા જવાનું વિચારી રહ્યા છે અને એ સિવાય ઘણા લોકો શિયાળાની ઋતુમાં ફરવા જવાનું પણ વિચારતા હોય છે, જો તમે પણ વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. શિયાળામાં ફરવા જવા માટે તો આજે અમે તમને ગરમ પાણીના કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આવા ઘણા ગરમ પાણીના કુંડ ભારતમાં છે  જેનું પાણી શિયાળામાં ગરમ રહે છે. જણાવી દઈએ કે આ તમામ કુંડ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને ફરવા માટે એક સારી જગ્યા છે.

આ સાથે જ આ કુંડોને લઈને સામાન્ય લોકોમાં ઘણી વિવિધ માન્યતાઓ પણ પ્રચલિત છે. જો કે ગરમ પાણીના કુંડ છે એ કોઈ ચમત્કાર નથી. તેની પાછળનું કારણ ભૌગોલિક છે. અમુક સ્થળોએ પૃથ્વી પરથી ગરમ પાણી છોડવાના ભૌગોલિક કારણો છે અને સમગ્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં ઘણી જગ્યાએ ગરમ પાણીના કુંડ જોવા મળે છે. આજે અમે તમને ભારતમાં જોવા મળતા 5 ગરમ પાણીના કુંડ વિશે જણાવશું..

તપોવન 
ફરવાના શોખીન લોકો માટે ઉત્તરાખંડ બેસ્ટ જગયા છે અને ઉતરાખંડનું તપોવન ગામ તેના ગરમ પાણીના કુંડ માટે પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે આ કુંડમાંથી હંમેશા ગરમ પાણી નીકળતું રહે છે. જણાવી દઈએ કે આ ગામ જોશીમઠથી 14 કિલોમીટર દૂર છે. ઘણા લોકો આ કુંડને પવિત્ર માને છે.

મણિકરણ 
હિમાચલ પ્રદેશમાં આવેલું ઐતિહાસિક મણિકરણ ગામ પણ ગરમ પાણીના કુંડ માટે ઘણું પ્રખ્યાત છે. આ સ્થળ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને શિયાળાની ઠંડીમાં પણ આ કુંડનું પાણી ગરમ રહે છે. આ સિવાય કુંડ સાથે અનેક ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે.

વશિષ્ઠ કુંડ
હિમાચલમાં જ બીજો એક ગરમ પાણીનો કુંડ આવેલો છે જે વશિષ્ઠ કુંડ તરીકે ઓળખાય છે. જણાવી દઈએ કે આ કુંડ પણ ખૂબ જ લોકપ્રિય છે અને શિયાળા દરમિયાન આસપાસના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં લોકો ત્યાં સ્નાન કરવા આવે છે.

અત્રી કુંડ 
આ સિવાય ઓડિશામાં પણ એક આઆવો કુંડ આવેલ છે. ઓડિશાનો અત્રી કુંડ પણ તેના ગરમ પાણી માટે પણ લોકો વચ્ચે ઘણો પ્રખ્યાત છે. જણાવી દઈએ કે આ કુંડ ભુવનેશ્વરથી લગભગ 40 કિમીના અંતરે આવેલ છે અને એવું માનવામાં આવે છે કે શિયાળાની ઋતુમાં પણ આ કુંડના પાણીનું તાપમાન 55 ડિગ્રીની આસપાસ રહે છે.

ખીર ગંગા
આ સિવાય હિમાચલ પ્રદેશમાં વધુ એક પ્રખ્યાત ગરમ પાણીનો કુંડ આવેલ છે અને એવું કહેવાય છે કે આ કુંડનું પાણી 12 મહિના સુધી ગરમ રહે છે. ખીર ગંગા કુલ્લુ, હિમાચલ પ્રદેશમાં આવેલ છે.

Related posts

दान में मिले ट्रैक्टरों की बे-कदरी: वापस लौटाए गए ट्रैक्टरों में किसी की लाइट टूटी तो किसी के बोनट को रस्सियों से बांधकर चलाया जा रहा काम

news6e

सुप्रीम कोर्ट में ऑल वुमन जज बेंच: इतिहास में ऐसा तीसरा, 4 साल में दूसरा मौका; 2 जजों ने 32 केस सुने

news6e

दिल्ली में दोस्तों ने हत्या की, बॉडी यमुना में फेंकी: नशे में झगड़ा हुआ था, आरोपी ने अपनी कार भी नदी में डुबो दी

news6e

Leave a Comment