News 6E
Breaking News
tourism news

માનવામાં જ નહીં આવે, અમદાવાદમાં આવું મીની જંગલ! પ્રકૃતિ વચ્ચે મળશે મનની શાંતિ

અમદાવાદમાં (Ahmedabad) રહેતા લોકો માટે અમે ખાસ એક એવી જગ્યા શોધીને લાવ્યા છીએ જે શહેરમાં જ છે પણ શહેરના ભાગદોડ ભર્યા જીવનથી ઘણી દૂર છે.

  • અમદાવાદમાં (Ahmedabad) આવ્યું છે મીની જંગલ
  • મીની જંગલ કહેવાતા સિમ્ફની ફોરેસ્ટ પાર્કમાં 300થી વધુ પ્રકારના વૃક્ષો
  • સિમ્ફની ફોરેસ્ટ પાર્કનું (Symphony Forest Park) ખાસ એક આકર્ષણનું કેન્દ્ર એમ્ફિ થિયેટર

આજકાલના શોર-બકોર ભરેલ જીવનમાં ઘણા લોકો શાંતિની શોધમાં નીકળી પડતાં હોય છે. એવા સમયે આ  (Ahmedabad) જેવા વિકસિત શહેરમાં વાહનના ધુમાડા, અવાજ અને લોકોની ભાગદોડ વચ્ચે ક્યાંય શાંતિ મળતી નથી. સામાન્ય રીતે શાંતિ મેળવવા માટે લોકો છુટ્ટી લઈને દૂર કોઈ જગ્યા પર ફરવા નીકળી પડે છે. પણ વારંવાર કામ છોડીને કેવી રીતે ફરવા નીકળી પડવું એ પણ મોટો સવાલ છે.
મીની જંગલ
એટલા માટે અમદાવાદમાં (Ahmedabad) રહેતા લોકો માટે અમે ખાસ એક એવી જગ્યા શોધીને લાવ્યા છીએ જે શહેરમાં જ છે પણ શહેરના ભાગદોડ ભર્યા જીવનથી ઘણી દૂર છે. કોઈ તમને એમ કહે કે આ સુપર ફાસ્ટ કહેલાતા શહેર વચ્ચે તમને અઢળક વૃક્ષો, તળાવ અને પક્ષીઓના કલરવ સંભળાતું એક જંગલ છે તો તમને એ વાત પર શાયદ ભરોસો નહીં આવે. પણ એ વાત બિલકુલ સાચી છે. અમદાવાદમાં  શહેરના બોડકદેવ વિસ્તારમાં જ એક સિમ્ફની ફોરેસ્ટ પાર્ક (Symphony Forest Park)આવેલ છે જે તમને જંગલમાં ગયા હોય એવો અનુભવ કરાવે છે અને એટલા માટે ઘણા લોકો તેને મીની જંગલ પણ કહે છે.
300થી વધુ પ્રકારની વનસ્પતિ પ્રજાતિઓ
અમદાવાદ  મ્યુનિસિપલ્ કોર્પોરેશન દ્વારા આ સિમ્ફની ફોરેસ્ટ પાર્ક સંચાલિત કરવામાં આવે છે અને તેને સિમ્ફની કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ મીની જંગલ કહેવાતા સિમ્ફની ફોરેસ્ટ પાર્કમાં 300થી વધુ પ્રકારના વૃક્ષો આવેલ છે. સાથે જ ત્યાંના શાંત વાતાવરણમાં તમને પક્ષીઓનો કલરવ પણ સાંભળવા મળે છે.
જોવાલાયક બીજું શું 
સિમ્ફની ફોરેસ્ટ પાર્કમાં જશો ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે તમે કોઈ જંગલમાં આવી ગયા છો. આ મીની જંગલમાં એક તળાવ છે, તેમાં માછલીઓ પણ છે, લાંબો ચાલવા માટેનો વોક વે પણ છે અને સાથે ચારે બાજુ હરિયાળીતો ખરી જ. આ સાથે જ એક વાંસનું ટનલ બનાવવામાં પણ આવ્યું છે. એ સિવાય ત્યાં બેસવા માટે ઘણી સીટ પણ બનાવવામાં આવી છે. જ્યાં બેસી તમે મીની જંગલને નિહાળી શકો છો અને શાંતિથી પક્ષીઓનો અવાજ સાંભળી શકો છો.
એમ્ફિ થિયેટર 
સિમ્ફની ફોરેસ્ટ પાર્કનું ખાસ એક આકર્ષણનું કેન્દ્ર છે ત્યાં બનાવવામાં આવેલ એમ્ફિ થિયેટર. જંગલની વચ્ચે અને પક્ષીઓના કલરવ સાથે કુદરતનો આનંદ ઉઠાવતા તમે ત્યાં કોઈ ઇવેંટનો લાભ લઈ શકો છો.
કેવી રીતે પંહોચવું 
જો તમે પણ કયાંથી કંટાળીને શાંતિની ખોજમાં છો અને અમદાવાદમાં જ રહો છો તો આ સિમ્ફની ફોરેસ્ટ પાર્કની મુલાકાત લઈ શકો છો. ત્યાં પંહોચવા માટે તમે ગૂગલ પર સિમ્ફની ફોરેસ્ટ પાર્ક સર્ચ કરી શકો છો. સરખેજ – ગાંધીનગર હાઇવે પર સિંધુ ભવન રોડ પાસે જ આ મીની ફોરેસ્ટ આવેલ છે.
ટાઈમિંગ અને એન્ટ્રી ફી 
સિમ્ફની ફોરેસ્ટ પાર્ક સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લુ હોય છે. પણ ખાસ નોંધ લેવી કે બપોરે 12 થી 2 વાગ્યાનો એક બ્રેક હોય છે ત્યારે સિમ્ફની ફોરેસ્ટ પાર્ક બંધ હોય છે. સાથે જ ત્યાં જ ફરવા જવા માટે કોઈ જ પ્રકારની એન્ટ્રી ફી પણ નથી લેવામાં આવતી.

Related posts

CM जयराम ठाकुर का AAP पर निशाना: बोले- हिमाचल की सभी सीटों पर जमानत जब्त होगी, केजरीवाल देश के सबसे झूठे इंसान

news6e

पॉक्सो एक्ट के 10 साल: फास्ट ट्रैक कोर्ट सुस्त, यौन शोषण में जितने दोषी सजा पा रहे, उनसे 3 गुना ज्यादा बरी हो रहे

news6e

કીર્તિ મંદિર વડોદરા શહેરમાં આવેલું છે

news6e

Leave a Comment