એક નવા અહેવાલમાં ભારતમાં સ્માર્ટફોનની ચોક્કસ લૉન્ચ તારીખ જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટ 91mobiles તરફથી આવ્યો છે, જે જણાવે છે કે Poco C50 ભારતમાં 3 જાન્યુઆરીએ લોન્ચ થશે. Poco C50 સપ્ટેમ્બર 2021 માં Poco C31 લોન્ચ થયા પછી ભારતમાં ડેબ્યૂ કરનાર પહેલો C સીરીઝનો સ્માર્ટફોન હશે.
અગાઉ પોકોએ ખુલાસો કર્યો હતો કે Poco C50 ભારતમાં નવેમ્બરમાં ડેબ્યૂ કરશે. પરંતુ અન્ય કારણોસર ફોન રિલીઝ થવામાં વિલંબ થયું. 91mobilesના સૂત્રોના જણાવ્યા અનુસાર 3 જાન્યુઆરી હવે લોન્ચની નવી તારીખ હશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પોકો ટૂંક સમયમાં તેના વિશે ઓફિશિયલ રીતે નિવેદન આપશે. અગાઉના લીક્સ પર જઈને, તે લગભગ કન્ફોર્મ થયેલ છે કે Poco C50 એ રીબ્રાન્ડેડ Redmi A1+ હશે. તેથી જ Poco C50 ના ફીચર્સ શોધવા માટે, આપણે Redmi A1+ ના સ્પેસિફિકેશન્સ જોવું પડશે.
ફોનની પાછળ લેધર ટેક્સચર ડિઝાઇન છે
Redmi A1+ વોટરડ્રોપ નોચ સાથે 6.52-ઇંચ HD+ ડિસ્પ્લે અને 400 nits ની મેક્સિમમ બ્રાઇટનેસ ધરાવે છે. ફોનના બેક સાઇડમાં POCO C40 જેવી જ લેધર ટેક્સચર ડિઝાઇન છે. આવનારા સ્માર્ટફોનમાં MediaTek Helio A22 પ્રોસેસર અને IMG પાવર VR GPU છે. ફોનમાં એન્ડ્રોઇડ 12નું ગો એડિશન પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલું છે.
ફોનમાં 5000mAh બેટરી
ફોનમાં 5000mAh બેટરી છે જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. 8MP રિયર કેમેરા ઉપરાંત, તેમાં ડેપ્થ સેન્સર પણ છે. સેલ્ફી લેવા માટે, ફોનમાં ફ્રન્ટ-ફેસિંગ 5MP કેમેરા છે. ફોનની બેક ફિંગરપ્રિન્ટ રીડર પણ છે. આ સિવાય ફોનમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ અને 3.5mm ઓડિયો કનેક્ટર પણ છે.