અમદાવાદમાં શાહપુર વિસ્તારની કોલોનીમાં આગ લાગતા પતિ-પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નિપજ્યુ છે. બે દિવસ પહેલા જ પતિ-પત્નીનું હોસ્પિટલમાં આગ લાગવાથી મોત થયું હતું તેવામાં ફરી શાહપુરમાં આ ઘટના આજે બની હતી. આગના બનાવોના કારણે આમ 3 દિવસમાં 5 મોત થયા છે. કોલોનીમાં ઘર ખોલતા જ ફાયર બ્રિગેડને પતિ, પત્ની અને એક બાળકના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસને પણ મામલાની માહિતી મળતા શાહપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ કોલોનીમાં આજે સવારે એક મકાનમાં લાગી હતી, આગ એટલી વિકરાળ હતી કે તેમાં પતિ-પત્ની અને તેમનું આઠ વર્ષનું બાળક આ ત્રણેય બચી શક્યા નહોતા. પરિવાર ઘરમાં સૂતો હતો ત્યારે સવારે કોઈ કારણસર અચાનક આગ લીગી હતી ચારે તરફ આગના કારણે ધુમાડો ફેલાઈ ગયો હતો. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.
જો કે, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આ આગમાં આ ત્રણેયના જીવ બચી શક્યા નહોતા. આગ લાગવાની ઘટનાને લઈને કારણ અકબંધ હોવાથી આ મામલે એફએસએલની તપાસ બાદ જ ખબર પડી શકે છે. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે ઘરમાં ગાદલામાં આગ સળગી રહ્યા હતા. જેને ફાયર બ્રિગેડે બુઝાવી શકી નહોતી. જો કે ઘરમાં ઘણો ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા જેમાં આ ત્રણ જીવતા લોકો ભડથું થઈ ગયા હતા.
શનિવારે પણ આગની ઘટના નારણપુરા વિસ્તારની હોસ્પિટલમાં બની હતી જેમાં પણ પતિ પત્ની બચી શક્યા નહોતા અને આગની લપેટમાં આવતા બન્ને ભડથું થઈ ગયા હતા. આમ અમદાવાદમાં શનિવારથી લઈને અત્યાર સુધીમાં આગની ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા છે. હોસ્પિટલમાં અવાર નવાર આગની ઘટનાઓ અમદાવાદમાં બનતી રહી છે ત્યારે આ પ્રકારે કોલોનીમાં પણ આ ઘટના બની હતી.