વૈશ્વિક બજારમાં ડાઉ જોન્સે 11 પોઈન્ટની મામૂલી નબળાઈ દર્શાવી પ્રારંભિક ટ્રેડિંગ સેશનમાં, Dmartના શેરમાં 2%નો ઘટાડો થયો હતો જ્યારે IndusIndના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે 2022 માં યુએસ માર્કેટનું પ્રદર્શન 2008 પછી સૌથી નબળું હતું ક્રૂડના ભાવમાં 4 ટકાનો ઘટાડો થયો અને બેરલ દીઠ $82 ની નીચે આવી ગયો. S&P 500 માં 0.40 ટકા અને Nasdaq, ટેક કંપનીઓ આધારિત ઇન્ડેક્સમાં 0.76 ટકાનો ઘટાડો જોવા મળ્યો
બુધવારના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 61294 પર ખુલ્યો હતો અને નિફ્ટી 18230 પોઈન્ટ પર ખુલ્યો હતો. ફેડના નિર્ણય પહેલા બજાર શરૂઆતના વેપારમાં દબાણ હેઠળ છે. સેન્સેક્સ 75 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. દરોબાણ છતાં ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને SBI, હિન્દુસ્તાન યુનિલિવર જેવા શેમાં મજબૂતી છે. બીજી તરફ ટાટા સ્ટીલ, પાવરગ્રીડ, ઈન્ફોસિસ અને ટાટા મોટર્સ જેવા શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે. ડોલર સામે રૂપિયો 4 પૈસાની મજબૂતી સાથે 82.84 ના સ્તર પર ખુલ્યો હતો. બુધવારના રોજ બજારના પ્રારંભિક ટ્રેડિંગ સેશનમાં, Dmartના શેરમાં 2%નો ઘટાડો થયો હતો જ્યારે IndusIndના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.
બજારની નજર ફેડરલ રિઝર્વના નિર્ણય પર ટકેલી છે
અગાઉ વૈશ્વિક બજારમાં ડાઉ જોન્સે 11 પોઈન્ટની મામૂલી નબળાઈ દર્શાવી હતી. S&P 500 માં 0.40 ટકા અને Nasdaq, ટેક કંપનીઓ આધારિત ઇન્ડેક્સમાં 0.76 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન બજારે ફેડરલ રિઝર્વ દ્વારા જારી કરવામાં આવેલી મિનિટ્સ પર નજર રાખી હતી. તે પહેલા રોકાણકારો મુંઝવણમાં જોવા મળી રહ્યા છે. 2022 માં યુએસ માર્કેટનું પ્રદર્શન 2008 પછી સૌથી નબળું હતું. તેનું સૌથી મોટું કારણ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો છે. ડૉલર ઇન્ડેક્સ 104.36 પર છે. ક્રૂડના ભાવમાં 4 ટકાનો ઘટાડો થયો અને બેરલ દીઠ $82 ની નીચે આવી ગયો.