દક્ષીણ ગુજરાતના વલસાડના ધરમપુર પોલીસ મથકે સસ્તું સોનુ અપવાની લાલચ આપી 39 લાખ રૂપિયા પડાવી લેવાના નોંધાયેલા ગુનામાં સોમવારે પોલીસ મથકે હાજર થયેલા એક આરોપીની પોલીસે મેડીકલ તપાસ કરાવી અટક કરી હતી. અને ધરમપુર પોલીસે આ અગાઉ આ ગુનામાં બે આરોપીને પકડી પાડી અન્ય આરોપીઓને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી.
આ દરમ્યાન એક આરોપી સોમવારે ધરમપુર પોલીસ મથકે હાજર થયો હતો. આ ગુનાનો આરોપી પ્રવિણ છગન પટેલ સોમવારે ધરમપુર પોલીસ મથકે હાજર થયો હતો. પોલીસે તેની મેડિકલ તપાસ કરાવી અટક કરી હતી. અને મંગળવારે મુદત અંદર નામદાર કોર્ટમાં રજૂ કરી તેના ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા હતા. હાલે અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસ ચાલી રહી છે. અગાઉ પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી યુનુસ ઉર્ફે ચાચા મેમણ પાસેથી પોલીસે તપાસ દરમ્યાન કુલ રૂપિયા 38,50,000 રિકવર કર્યા હતા.
સોનાની લાલચે રૂપિયા પડાવનાર માસ્ટર માઈન્ડ ઝડપાયો, સસ્તું સોનુ અપવાની લાલચ આપી 39 લાખ પડાવાયા હતા
ઠગાઈ કરનાર આરોપી પ્રવિણ પટેલ 3 દિવસના રિમાન્ડ પર