ઇલોલ આરોગ્ય કેન્દ્રમાં ટી.બી.ના દર્દીઓને પોષણ યુક્ત આહાર કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો…. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ. રાજેશ પટેલની અધ્યક્ષતામાં ટી.બી.ના દર્દીઓને પોષણ યુક્ત આહાર કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ટીબીના તમામ લોકોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની સમજણ પણ આપવામાં આવી હતી અને પોષણ યુક્ત આહાર ખાવો જોઈએ તેવી વિવિધઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા ટી.બી. મુક્ત બનાવવા અને ટી.બી.ના દર્દી ઝડપથી ટી.બી. મુક્ત બને તે માટે તેમણે પોષણ યુક્ત આહાર અંગે સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વાઇઝ SBCC ટીમની રચના કરવા તેમજ RBSK પ્રોગ્રામ, PMJAY યોજના, TB પ્રોગ્રામ, લેપ્રસી પ્રોગ્રામ, મમતા સેશન દરમિયાન સગર્ભા માતાને ધાવણ આપવાની યોગ્ય પદ્ધતિ અંગે માર્ગદર્શન અને તાલીમ આપવી, સગર્ભા માતાને પોષણ યુક્ત આહાર, હેન્ડવોશ, IFA ટેબલેટ અને કેલ્શિયમ ટેબલેટ જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવા જેવી બાબતોની વિગતવાર ચર્ચા કરી સ્ટાફને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.