News 6E
Breaking News
Breaking NewsJobNational

દાહોદ જીલ્લાના ઉમેદવારો માટે બીએસએફની ભરતી પુર્વેની ૩૦ દિવસની નિ:શુલ્ક તાલીમમા જોડાવાની તક

દાહોદ

દાહોદ જીલ્લાના ઉમેદવારો માટે બીએસએફની ભરતી પુર્વેની ૩૦ દિવસની નિ:શુલ્ક તાલીમમા જોડાવાની તક

દાહોદ, તા. ૫ : ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યના ચાર બી એસ એફ સેન્ટર ખાતે રાજ્યના યુવાનોને ૩૦દિવસની ભરતી પુર્વેની નિવાસી તાલીમ આપવાની યોજના છે જેમા દાહોદ જીલ્લાના ઉમેદવારો સારો દેખાવ કરી શકે તે માટે તાલીમમા જોડાવા માટે જીલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા અરજીઓ સ્વિકારવામા આવે છે બી એસ એફની ભરતી ના શારીરીક અને શૈક્ષણીક લાયકાતના માપદંડ ધરાવતા ઉમેદવારોની સ્ક્રુટીની કરીને પસંદગી પામનાર ઉમેદવારોને તેમના રસ ધરાવતા બીએસએફ કેન્દ્ર જેમા ગાંધીધામ,ભુજ,દાંતીવાડા તેમજ ગાંધીનગર ખાતે ૩૦દિવસની વિના મુલ્યે ફીઝકલ અને લેખીત પરીક્ષાની તાલીમ આપવામા આવશે તેમા રહેવા અને જમવાની સુવિધા તેમજ સ્ટાઈપંડ પણ આપવામા આવશે .જે ઉમેદવારોએ રોજગાર કચેરીની આર્મી કે બીએસએફની નિવાસી તાલીમ લીધેલ નથી તેવા જ ઉમેદવારો ને આ તાલીમ આપવામા આવશે ,ગુજરાતના વિવિધ બીએસ એફ સેન્ટર ખાતે જઈને કે તાલીમ લેવા માંગતા ૧૭.૫ થી ૨૧ વર્ષના લાયકાત ધરાવતા પુરુષ ઉમેદવારો એ ધો ૧૦ ની માર્કશીટ ,એલ.સી ,જાતીનો દાખલો ,ડોમીસાઈલ પ્રમાણપત્ર,આધાર કાર્ડ,બેંકની પાસબુક નકલ,રોજગાર કચેરીનુ નોંધણી કાર્ડ અથવા અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરાવેલ જોબસીકર નંબર તેમજ પાસપોર્ટ સાઈઝના ૦૨ ફોટા સાથે સંમતીપત્ર સાથેનુ નિયત અરજી ફોર્મ દિન ૦૨મા રોજગાર કચેરી દાહોદને રુબરુ જમા કરવા તેમજ તેની હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રી એ એલ ચૌહાણે જણાવેલ છે

Related posts

बृजलाल खाबरी बोले खतरे में है लोकतंत्र, राहुल के साथ खड़ा होने की करी अपील

news6e

जज के अश्लील VIDEO पर दिल्ली HC का आदेश: सरकार सोशल मीडिया पर इसे ब्लॉक करे, वीडियो में दिखे जज भी सस्पेंड

news6e

કોરોનાની સ્થિતિ ખતરનાક, મનીષ તિવારીએ કહ્યું- ચીનની ફ્લાઈટ તાત્કાલિક રદ કરવામાં આવે

news6e

Leave a Comment