News 6E
Breaking News
Breaking NewsNational

દરેક સમાજને આગળ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીની હર હંમેશ કાર્યરત -: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ જનમતથી વિજય થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ જનમતથી વિજય થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પર જનતાએ જે વિશ્વાસ અને પ્રેમ ચૂંટણીમાં દેખાડ્યો છે તેનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. એટલું જ નહિ ‘સૌનો સાથ , સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ ના મંત્રએ આ સિદ્ધ કરી દેખાડ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.
મુખ્યમંત્રી વધુમાં કહ્યું કે, દરેક સમાજને આગળ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીની હર હંમેશ કાર્યરત છે.
આ કાર્યક્રમનું આયોજન તુ હી નામ સેવા સમિતિ, જય હો સંતવાણી ગ્રુપ, મહર્ષિ વાલ્મિકી આશ્રમ અને સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ અવસરે અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, રાજવી કુટુંબના વડીલ મુરબ્બીઓ, સંતગણો તેમજ વાલ્મિકી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

Item Dance: ત્રણ મિનિટનો આઇટમ ડાન્સ, અભિનેત્રીએ લીધી આટલી તગડી ફી, સાંભળીને લોકો ગૂંગળાયા….

news6e

ભાવનગરના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે સ્ટોકહોમથી નોબેલ પારિતોષિકના કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયું

news6e

दिल्ली में लिव-इन पार्टनर की हत्या: प्रेमी ने जबड़े, गले और हाथ पर चाकू मारे, महिला की 16 साल की बेटी भी

news6e

Leave a Comment