News 6E
Breaking News
Breaking NewsNational

પીજીવીસીએલનો આક્રમક મૂડ : બળેજ ગામે પથ્થરની ખાણોમાં ૮૭ લાખની વીજચોરી ઝડપાઇ

પીજીવીસીએલનો

પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરના જિલ્લાઓમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચેકીંગ ડ્રાઇવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના લીધે વીજચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પોરબંદરના બળેજ પથ્થરની ખાણોમાં ગેરકાયદેસર વીજચોરી કરતા પીજીવીસીએલે ૮૭ લાખનો દંડ ફટકાર્યો ઉપરાંત વીજચોરી માટે વપરાશમાં લેવાયેલ ૬૩ કે.વી.ના પ્રાઈવેટ ટ્રાન્સફોર્મર તથા ૬પ૦ મીટરનો વીજ વાયર જપ્ત કરાયો છે તો ખાણ ખનીજ વિભાગ દ્વારા પથ્થર કટીંગ માટે વપરાતી ૯ ચકરડી મશીન પણ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ ફરિયાદ કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

પોરબંદરના કોસ્ટલ વિસ્તારમાં ધમધમતી ખાણોમાં ગેરકાયદેસર વીજ ચોરી ધમધમી રહી છે. જ્યારે પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી ડામવા માટે આક્રમક ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરેક્ટર ઓફ સિક્યુરીટી જીયુ વીએનએલ વિજીલન્સ, વડોદરાના માર્ગદર્શન હેઠળ પોરબંદર તાલુકાના માધવપુર ગામે બળેજ પથ્થરની ખાણોમાં તા.૪ અને પ જાન્યુઆરીના રોજ પીજીવીસીએલ રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જૂનાગઢ તથા અમરેલી વર્તુળ કચેરીની કુલ ૭ વીજ ટુકડિયો તથા ૩ જીયુ વીએનએલ પોલીસ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં રામ અરજન ઓડેદરા તથા કરશન એભા કડછાની ખાણમાં વીજ ચેકીંગ કરતા તેઓ પીજીવીસીએલની ૧૧ કે.વી. લાઇનમાં ૬૩ કે.વી.નું પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર મુકી ડાયરેક્ટ લંગરિયું નાખી અનુક્રમે ૩૪.૦ કે.ડબલ્યુ. તથા ૩૪.૧૭ કે.ડબલ્યુ. લોડનો ગેરકાયદેસર વીજ વપરાશ કરતા પકડાયા હતા. કંપનીના નિયમ મુજબ વીજચોરીની કાર્યવાહી કરી અનુક્રમે ૪૩ તથા ૪૪ લાખ મળી કુલ ૮૭ લાખનો દંડ ફટકારવામાં આવેલ છે અને પોલીસ ફરિયાદ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ વીજચોરી માટે વ૫રાશમાં લેવાયેલ ૬૩ કે.વી.ના પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર (નંગ-ર) તથા ૬પ૦ મીટરનો વીજ વાયર જપ્ત કરવામાં આવેલ છે.

તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા પથ્થર કટીંગ માટે વપરાતી ૯ ચકરડી મશીન પણ જપ્ત કરવામાં આવેલ છે. પીજીવીસીએલ દ્વારા પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં આક્રમક વીજ ચેકીંગ કરતા વીજચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પીજીવીસીએલ દ્વારા વીજ ચોરીનું પ્રમાણ ઘટાડવા સમયાંતરે ચેકીંગ કરવામાં આવે છે.

Related posts

Ghum Hai Kisikey Pyaar Meiin’ની ‘સઈ’ને આ વ્યક્તિ સાથે થયો પ્રેમ, ‘વિરાટ-પત્રલેખા’નો રોમાન્સ જોઈને ખૂબ ઈર્ષ્યા થશે!

news6e

‘તમે પ્લાન કરવામાં નિષ્ફળ થાવ છો તો તમે નિષ્ફળતાને પ્લાન કરો છો’ – GLS Uni.- SMPIC કોલેજમાં ‘એકેડેમિક્સ & બિયોન્ડ’નું આયોજન

news6e

માસૂમ ચહેરો, સાદો રંગ… ‘બલમા ઘોડે પે ક્યૂં સવાર હૈ’ ગીતની ગાયિકા ખૂબ જ સુંદર છે.

news6e

Leave a Comment