News 6E
Breaking News
Breaking NewsNational

અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજે ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરી

અમદાવાદ

વીડિયો ડાઉનલોડ કરવા અહીં કરો ક્લિક
વીડિયો લિંક – https://we.tl/t-01DOLGS0FK 
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

દરેક સમાજને આગળ લાવવા માટે સરકાર હર હંમેશ કાર્યરત એમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજે ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરી હતી. આ અવસરે અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, રાજવી કુટુંબના વડીલ મુરબ્બીઓ, સંતગણો તેમજ વાલ્મિકી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ જનમતથી વિજય થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો. ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ જનમતથી વિજય થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પર જનતાએ જે વિશ્વાસ અને પ્રેમ ચૂંટણીમાં દેખાડ્યો છે તેનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. એટલું જ નહિ ‘સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ ના મંત્રએ આ સિદ્ધ કરી દેખાડ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી વધુમાં કહ્યું કે, દરેક સમાજને આગળ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીની હર હંમેશ કાર્યરત છે. આ કાર્યક્રમનું આયોજન તુ હી નામ સેવા સમિતિ, જય હો સંતવાણી ગ્રુપ, મહર્ષિ વાલ્મિકી આશ્રમ અને સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, રાજવી કુટુંબના વડીલ મુરબ્બીઓ, સંતગણો તેમજ વાલ્મિકી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વલસાડના વાપીના ગીતાનગરમાં 2017માં બનેલ હત્યામાં આરોપીને કોર્ટેએ 10 વર્ષની કેદ સંભળાવી

news6e

मात्र 5849 रुपये में मिल रहा 32 इंच Smart TV, सस्ते में घर आ जाएगा टीवी

news6e

મોટા સમાચાર- મોરબી દુર્ઘટના કેસમાં પોલીસની ચાર્જશીટ, ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ 10માં આરોપી

news6e

Leave a Comment