ઉનાના ભાજપનાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની સાકર તુલા કરી અભિવાદન કરાયું
માન્ય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ બહુ જીત્યા છે જેને કારણે ઠેઠે તેમનું સ્વાગત પણ કરવામાં આવે છે
થઈ ગયેલ છે ત્યારે રાજકારણ અને પક્ષાપક્ષીને ભુલીજઈ વાદ વિવાદમાં પડ્યા વગર ગ્રામ્ય વિસ્તારોમાં સર્વાંગી વિકાસ કરવો એ પ્રજાનાં ચુંટાયેલા પ્રતિનિધિઓની પ્રાથમિકતા હોવી જોઈએ, ગ્રામિણ ક્ષેત્રના નાની-મોટી પ્રજાકિય સમસ્યા હલ કરવા અને લોકોની પ્રાથમિક જરૂરિયાતનાં વિકાસ કામો કરવાં ધારાસભ્ય તરીકે હું સતત સૌની સાથે રહીશ યોગ્ય કામકાજ અને વિકાસ કામો કરવાં કોઈ સમસ્યા હોય તો મને ખાસ જણાવવા સૌ સરપંચને આહવાન કર્યું હતું.
આ તકે ઉના તાલુકા ભાજપ પ્રમુખ ૫ બાબુભાઈ ચૌહાણ, ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા, જીલ્લા પંચાયતના સદસ્યો તથા ઉના તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા, ઉપપ્રમુખ પાલાભાઈ વાળા, કારોબારી ચેરમેન ભાવુભાઈ ચાવડા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાળુભાઇ સરવૈયા, ગીરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ ધીરુભાઈ ગજેરા, ઉપપ્રમુખ વજુભાઈ કડિચા,કારોબારી ચેરમેન ઉકાભાઇ વાઘેલા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રવીણ સાખટ સહિતના વિશાળ સંખ્યામાં સરપંચ, ઉપસરપંચ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.