પ્રતિબંધીત ચાઇનીઝ દોરી / માંઝા / ફીરકીઓનુ ગેરકાયદેસર વેચાણ ન કરવા તેમજ તેના જોખમોથી પર્યાવરણને બચાવવા હારીજ પોલીસ દ્વારા જનજગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, સરહદી રેન્જ , ભુજ તથા વિજયકુમાર પટેલ પાટણ પોલીસ અધિક્ષક , પાટણનાઓએ જિલ્લામાં આગામી ઉત્તરાયણ ના તહેવાર અનુસંધાને વિદ્યાર્થીઓ અને યુવાનોને ચાઈનીઝ દોરી , તુક્કલથી લોકોના જીવને પશુ – પક્ષીઓના જીવને તથા પર્યાવરણ થતા નુકસાન અંગે જાગૃત કરવા માટે શાળા – કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમના આયોજન માટે સૂચના કરેલ તે અનુસંધાને ડી.ડી.ચૌધરી નાયબ પોલિસ અધિક્ષક રાધનપુર વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ જેથી હારીજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.કે.પટેલ તથા ટીમ દ્વારા કે . પી.હાઇસ્કુલ ના વિદ્યાર્થી , શિક્ષકો તથા હારીજ શહેરના વ્યાપારીઓની હાજરીમાં ચાઈનીઝ દોરીના ઉપયોગના વિરોધમાં અને લોકજાગૃતિ માટે જાગૃતિ કાર્યક્રમ યોજ્યો .
કાર્યક્રમની શરૂઆતમાં હાલમાં ચાઈનીઝ દોરી / માંઝા , જે ઘાતક પરિણામ લાવે છે તે અંગે હાજર વિદ્યાર્થી તથા નાગરિકોને માહિતગાર કર્યા હતા . ચાઇનીઝ દોરા , અને તુક્કલ પરના પ્રતિબંધનું ચુસ્ત પાલન થાય , ઉતરાયણ દરમ્યાન લોકો , અબોલ પક્ષીઓ ધારદાર દોરાથી જખમી ન થાય તેમજ મોતને ના ભેટે , પર્યાવરણ અને પ્રકૃતિને હાની પહોંચાડવા સીવાય ઉતરાયણનો તહેવાર ઉજવીયે તેવી અપીલ કરી હતી.કોઈ આવી દોરી , તુક્કલનો વેચાણ કરે 100 પર પોલીસને જાણ કરવી . ત્યારબાદ હાજર વિદ્યાર્થીઓ , વ્યાપારીઓને ચાઈનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા . બાદમા તમામ રેલી સ્વરૂપે હાઈસ્કૂલથી હારીજ મેઈન બજારમાં માર્ગો પર ફરીને લોકોમાં જાગૃતિ લાવવા , વેપારીઓને વેચાણ ન કરવા સમજ કરી હતી