આગામી દિવસોમાં મકરસંક્રાંતિનું પર્વ આવી રહ્યું છે ત્યારે પતંગ રશિયાઓ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પતંગ ચગાવવામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન થાય તે માટે આદેશો જાહેર કરવામાં આવ્યા છે તેમ છતાં પક્ષીઓ અને લોકોના જીવ માટે જોખમી એવી ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે કેશોદ પોલીસે આંબાવાડીમાં આવેલા રણછોડ નગર એકમાં રહેતા સુમિત જેરામ રામાણીના ઘરે તપાસ કરતાં તેના મકાનમાંથી પુઠાના બે બોક્સમાં 58 ચાઈનીઝ દોરીની રીલ મળી આવી હતી પોલીસે 17,400 ની કિંમતની ચાઈનીઝ દોરી કબ્જે કરી હતી આ મામલે પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઇ રામાભાઇએ સુમિત જેરામ રામાણી અને હાજર નહીં મળી આવનાર જેતપુરના વિવેક મશરુ સામે ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે બંને સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે જૂનાગઢમાં મહાનગરપાલિકાના સ્ટાફે ચાઈનીઝ દોરી અંગે તપાસ હાથ ધરી હતી અને દુકાનોમાં વેચાણ થતી ચાઈનીઝ દોરી પકડી કુલ 6300 રૂપિયાનો દંડ વસૂલ કરી સંતોષ માન્યો હતો તંત્ર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધના આદેશો કરવામાં આવે છે તેમ છતાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે અને પોલીસ આ દોરીનું વેચાણ ન થાય તે માટે તપાસ કરવાના બદલે લોકો પાસેથી માહિતી માંગી રહી છે ત્યારે આ જાહેરનામાની અમલવારી અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે