મોડાસાથી પસાર થતા સ્ટેટ હાઈવે ગોધરા હાલોલ પર છાશવારે અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે અકસ્માતને ટાળવા પોલિસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા જરૂરી પ્રયાસો કરવા જોઈએ તે જરૂરી છે. છાશવારે અકસ્માતની ઘટનાઓને પગલે કેટલાય લોકો એ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
અરવલ્લી જીલ્લાના માલપુર પંથકમાં યમરાજાએ જાણે પડાવ નાખ્યો હોય તેવું લાગી રહ્યું છે.. મોડાસા-માલપુર રોડ પર જેસવાડી ગામ નજીક હાઇવે પર ઉભેલા ટ્રક પાછળ વેગનઆર કાર ઘુસી જતા કારમાં સવાર માલજીના પહાડીયા ગામના બે આશાસ્પદ યુવાનો કચડાઈ જતા મોતને ભેટ્યા હતા માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોડાસા-માલપુર હાઇવે પર જેસવાડી ગામ નજીક રોડ પર બંધ પડેલ ટ્રક પાછળ વેગનઆર કાર ભટકતા ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવકોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું માલજીના પહાડીયા ગામના રાજદીપસિંહ કરણસિંહ રાઠોડ (ઉં.વ-32) અને જ્યંતિભાઈ મનુભાઈ લુહાર (ઉં.વ-35) વેગનઆર કાર લઇ કામકાજ અર્થે નીકળ્યા હતા જેસવાડી-સોમપુર રોડ બંધ પડેલ ટ્રકના ચાલકે ટ્રક રોડ પર મૂકી દેતા વેગનઆર કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા કારના આગળના ભાગનો કડૂચાલો વળી જતા કારમાં સવાર બંને યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનાના પગલે બંને યુવકના પરિવારજનો અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મૃતક યુવકના પરિવારજનોએ ભારે રોકોકકળ કરી મૂક્યું હતું બંને યુવકના મોતના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો માલપુર પોલીસે બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી