News 6E
Breaking News
Breaking NewsNational

સંસ્કારિત થવા કષ્ટ અને પુરસ્કાર પામવા પીડા સહન કરવી જ પડે

કષ્ટ

જૂનાગઢના ભવનાથમાં આવેલી ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે આજે યોજાયેલી ધર્મસભામાં સંબોધન કરતા પંન્યાસ પ્રવ૨ પદ્મદર્શનવિજયજીએ જણાવ્યું હતું કે કષ્ટના કાર્યો જ્યારે સળગે છે. ત્યારે માનવ માત્ર એ આગને સહન કરી શકતો નથી. પ્રતિકુળતાને સહન કરવાની, સ્વીકારી લેવાની અને પ્રતિકૂળતામાં પ્રસન્ન રહેવાની કળા વિસરાઇ ગઈ છે.

સંસારના ક્ષેત્રે સજ્જન હોય, સંત હોય કે શ્રીમંત હોય કે દરિદ્ર હોય તેને પ્રતિકૂળતાના રસ્તા પર કદમ માંડવા જ પડે છે.
આ જગતમાં ગમે તેવો ચમરબંધી હોય, ચક્રવર્તી કે તીર્થકરો ને મહાત્માનો આત્મા હોય તે પણ પ્રતિકૂળતાના પવનથી બચી શકે તેમ નથી. હથેળીમાંથી નીચે પડતું પાણી ક્યાં આકારને ધારણ કરશે તેની કોઈ નિશ્ચિત આગાહી કરી શકાતી નથી. તેમ કોઈ પણ આવનારી પળમાં આપણાજીવનમાં કઈ ઘટના બનશે તે નક્કી નથી. ક્ષેત્ર ચાહે જડનું હોય કે જીવનું સંસ્કારીત થવા માટે કષ્ટોમાંથી પસાર થવું પડે છે અને પુરસ્કાર પામવા માટે પીડા સહન કરવી જ પડે છે. જે સગવડ શરીરને ગુલામ બનાવી દેવાની હોય અને મનને નિસત્વ બનાવી દેવાની હોય તે સગવડ પુરી પાડી આપણે આપણા સંતાનોના હિતચિંતક નહિ પણ હીતશત્રુ પુ૨વા૨ થઈએ છીએ. પ્રતિકૂળતાને સહન કરવામાં તકલીફ પડવાની ન હોય તેને સહન કરવાનું નક્કી કરી મનના તુચ્છ ગણિતને વજન આપ્યા વિના સહન કરવા તૈયાર થઈ જાઓ. લોકો ભલે એને ધન નથી કહેતા પણ દુ:ખ સાથે અનુભવની કમાણીહોય છે. એ વાત કયારેય ભૂલવી ન જોઈએ.

Related posts

Acne Problem: ચહેરા પરના પિમ્પલ્સ વર્ષોથી ખતમ નથી થઈ રહ્યા, આ વસ્તુઓથી મળશે તરત ફાયદો

news6e

Rose Water: ગુલાબજળ પીવાથી શરીરના આ અંગોને થશે ફાયદો, સ્વાસ્થ્યમાં સુધારો થશે

news6e

રાખી સાવંત: મુકેશ અંબાણીએ રાખી સાવંતને આપ્યો સપોર્ટ, માતાના કેન્સરની સારવારમાં મદદ કરી

news6e

Leave a Comment