News 6E
Breaking News
Breaking NewsNational

અમદાવાદમાં આગની ઘટનામાં સાતમાં માળે કિશોરી ના બચી, બીજી તરફ 30 માળની બિલ્ડીંગોને પરમિશન, ફાયર વિભાગ કેટલો તૈયાર

અમદાવાદમાં

અમદાવાદમાં ભાડજ, બોડકદેલવ, શીલજ અને શેલામાં હાયરાઈઝ બિલ્ડીંગો બનવા જઈ રહી છે.

અમદાવાદમાં સાતમાં માળેથી 17 વર્ષની છોકરીને નથી બચી શકી ત્યારે બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં 30 માળથી વધુ મોટી બિલ્ડીંગોને પરમિશન આપી દેવામાં આવી છે. સાતમાં માળે ફાયર ફાઈટરની સીડી જ ખૂલી ના હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરમાં 14 માળની હાયરાઈઝ મોટી સંખ્યામાં બિલ્ડીગો છે ત્યારે બીજી તરફ ફાયર એનઓસી વિનાની બિલ્ડીંગો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ આ કાર્યવાહી કેટલી અને કેટલા સમય લાંબી ચાલે તે નક્કી નથી.

બિલ્ડીંગો બનતા પહેલા શું આ માટેના સાધનો વસાવવામાં આવશે
સવાલ અહીં એ પણ થાય છે કે, અમદાવાદમાં શાહિબાગ વિસ્તારમાં તાજેતરમાં જ આગની જે ઘટના બની હતી તેમાં સાતમાં માળે 17 વર્ષની કિશોરીને બચાવવામાં નિષ્ફળ રહ્યું છે. બીજી તરફ 30 માળની બિલ્ડીંગોને પરમિશન બોડકદેવ સહીતના વિસ્તારોમાં આપી દેવામાં આવી છે પરંતુ ફાયર સેફ્ટીને લઈને અનેક સવાલો ત્યાં પણ ભવિષ્યમાં આ પ્રકારની ધટનાઓ સામે ઉભા થઈ શકે છે. જેથી બિલ્ડીંગો બનતા પહેલા શું આ માટેના સાધનો વસાવવામાં આવશે. આ બાબતે કોઈ વિચાર કર્યો છે કે, કેમ તે પણ જોવું રહ્યું.

કરોડો રુપિયાને છે ફાયર વિભાગ પાસે સાધનો 
અમદાવાદ ફાયર વિભાગ પાસે 54 મીટર અને 81 મીટર હાઇડ્રોલિક લેડર અને 54 મીટર ટીટીએલ એટલે કે, ટેબલ ટોપ લેડર છે પરંતુ આ ત્રણેય સાધનો જાળવણીના અભાવે શોભાના ગાંઠીયા જેવા બનીને રહી જાય છે. અમદાવાદના ફાયર વિભાગે કરોડો રૂપિયાના ફાયર ફાઈટરો સાધનો તહેનાત કર્યા છે. આ સાધનસામગ્રી લાવ્યા બાદ તેની જાળવણી કરવામાં આવતી નથી. મોટા આગના કિસ્સામાં તેનો કોઈ ઉપયોગ થતો નથી. અમદાવાદમાં ફાયર ડિપાર્ટમેન્ટ પાસે આગ કે અકસ્માતના કિસ્સામાં માત્ર 25 માળ સુધી જ બચાવવાની ક્ષમતા સાથેના સાધનો છે. જ્યાં સુધી હાઇડ્રોલિક સીડીની વાત કરવામાં આવે તો એક પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના ફાયર સ્ટેશન પાસે જ છે.

અમદાવાદમાં હાયરાઈઝ બિલ્ડીંગોમાં રહેતા લોકોમાં ડર
અમદાવાદમાં એસપી રીંગરોડથી લઈને એસજી હાઈવે, બોડકદેવ, વસ્ત્રાપુર, તેમજ રીવરફ્રન્ટ તેમજ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોની અંદર 14 માળથી ઉપરની 239 ઈમારતો છે. તાજેતરમાં જ શાહીબાદમાં ઓર્કિડ ગ્રીનના 7મા માળે લાગેલી આગમાં એક વ્યક્તિનો જીવ બચાવી શકાયો નહોતો ત્યારે આ બાકીની હાયરાઈઝ બિલ્ડીંગોમાં રહેતા લોકોમાં કોઈને કોઈ વાતને લઈને ફફડાટ પણ છે.

અમદાવાદમાં અહીં બની રહી છે ગગનચૂંબી ઈમારતો 
અમદાવાદમાં  ભાડજ, બોડકદેલવ, શીલજ અને શેલામાં હાયરાઈઝ બિલ્ડીંગો બનવા જઈ રહી છે. આ બિલ્ડીંગોને પરવાનગી આપવામાં આવી છે. જો કે, શહેરમાં આ પહેલા 22 માળની હાઈએસ્ટ બિલ્ડીંગો બની હતી પરંતુ હવે 100 મીટરની હાઈટની મંજૂરી રાજ્યસરકાર દ્વારા મળતા 29થી લઈને 31 માળની બિલ્ડીંગો બનશે. આ ચાર પ્રોજકેટને મંજૂરી આપવામાં આવી છે ત્યારે નવી 5 અન્ય બિલ્ડીંગોના પ્રોજેક્ટ પણ પાઈપલાઈનમાં છે.

Related posts

હરિમંદિરનો ૧૭મો પાટોત્સવ સહ ગૌરવ એવોર્ડ સમારોહ: આસ્થા, ધર્મભાવના સાથે પ્રકટ થશે અનેરો રાષ્ટ્રપ્રેમ

news6e

શેર માર્કેટના આ 5 ટિપ્સનું રાખો ધ્યાન, એક્સપર્ટે કહ્યું- કેવી રહેશે ચાલ?

news6e

ફિલ્મ પઠાણના ગીત ‘બેશરમ રંગ’ પર ઓવૈસીએ કહ્યું- હું પાંચ વર્ષની પિક્ચર બનાવું છું….

news6e

Leave a Comment