News 6E
Breaking News
Breaking NewsNational

ભારતમાં વર્ષે 3.4 મિલયન ટન પ્લાસ્ટિક ઉત્પન્ન થાય છે, જેમાંથી ફક્ત 30 ટકા જ રિસાયકલ કરવામાં આવે છે

પ્લાસ્ટિક

દેશમાં વાર્ષિક સ્તરે 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે. જેમાંથી માત્ર 30 ટકા કચરાને જ રિસાયકલ કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દેશમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વાર્ષિક 9.7%ના CAGRથી વધીને નાણાકીય વર્ષ 2016-17ના 14 મિલિયન ટનથી વધીને 2019-20 દરમિયાન 20 મિલિયન ટન છે. મેરિકો ઇનોવેશન ફાઉન્ડેશને પોતાના ‘પ્લાસ્ટિક્સ, પોટેન્શિયલ એન્ડ પોઝિબિલિટિસ’ રિપોર્ટમાં દાવો કર્યો છે કે દેશમાં આ જ સમયગાળા દરમિયાન પ્લાસ્ટિક કચરાનો વપરાશ બમણો થયો છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) અને પ્રેરિક્સ ગ્લોબલ એલાયન્સ સાથે સંયુક્તપણે તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર દેશમાં ઉત્પન્ન થતા કુલ પ્લાસ્ટિક વેસ્ટમાં માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત અને તામિલનાડુનો જ 38% હિસ્સો છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં પ્લાસ્ટિકનો વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે જેને કારણે કચરો પણ સતત વધી રહ્યો છે. ભારત વર્ષે 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક વેસ્ટ પેદા કરે છે, જેમાંથી માત્ર 30% જ રિસાયકલ પ્રક્રિયા હેઠળ રિસાયકલ થાય છે. જ્યારે બાકીનો પ્લાસ્ટિક કચરો ખુલ્લા મેદાનમાં ઠલવાય છે. કચરાથી લઇને તેના નિકાલ સુધીની સમગ્ર વેલ્યૂ ચેઇનને રહેલા પડકારો અને તેને દૂર કરવા માટે કેટલાક સૂચનોનો આવ્યા છે.

Related posts

અમદાવાદ: શું…રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વર્તાશે? હવામાન વિભાગે કરી આ આગાહી

news6e

ક્રિપ્ટો એક્સચેન્જ CoinDCXએ કર્મચારીઓની કરી છટણી, બિઝનેસને રિસ્ટ્રક્ચર કરવામાં વ્યસ્ત થઇ કંપની

news6e

भाजपा नेताओं की नड्‌डा से दिल्ली में मुलाकात: MCD चुनाव प्रचार थमने के बाद दी फीडबैक, कहा- हिमाचल में BJP की बनेगी पूर्ण बहुमत की सरकार

news6e

Leave a Comment