News 6E
Breaking News
Breaking NewsNationalNew story and Sayrietourism news

હરિમંદિરનો ૧૭મો પાટોત્સવ સહ ગૌરવ એવોર્ડ સમારોહ: આસ્થા, ધર્મભાવના સાથે પ્રકટ થશે અનેરો રાષ્ટ્રપ્રેમ

હરિમંદિરનો

પોરબંદર શહેરના સાંદીપનિ હરિમંદિરનો ૧૭મો પાટોત્સવ નજીક આવી રહ્યો છે. આ પાટોત્સવની તડામાર તૈયારીઓ હરિમંદિરના સેવકો દ્વારા કરવામાં આવી રહી છે. આ પાટોત્સવમાં સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ, ભાગવત ચતન શિબિર, મેડિકલ કેમ્પ, અખંડ રામધૂન, સ્વતંત્રતા પર્વ, ધ્વજારોહણ, અન્નકુટ દર્શન, ગોવર્ધન પૂજા, હરિમંદિરમાં દિવ્ય ઝાંખી દર્શન, પાટોત્સવ મહાભિષેક પૂજન, પાલખી યાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સાંદીપનિ હરિમંદિરમાં ૧૭માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. હરિમંદિરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના માર્ગદર્શન હેઠળ પાટોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

૧૭માં પાટોત્સવની ઉજવણી પર નજર કરીએ તો તા.ર૬ જાન્યુઆરી તથા ર૭ જાન્યુઆરીએ સવારે ૯:૩૦થી ૧ર:૩૦, ૩:૩૦થી ૬:૩૦ દરમિયાન ભાગવત ચતન શિબિરનું આયોજન કરાયું છે. ઉપરાંત મેડિકલ કેમ્પમાં દંતયજ્ઞ તા.ર૬થી ર૮ જાન્યુઆરીએ સવારે ૯થી બપોરે ૧ વાગ્યા સુધી સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આયોજન, પલ્મોનોલોજી કેમ્પ તા.ર૮ જાન્યુઆરી સવારે ૯થી બપોરે ૧ વાગ્યા દરમિયાન લાયન્સ હોસ્ટિલ પોરબંદર ખાતે યોજાશે તો ર૬થી ર૮ જાન્યુઆરી સુધી અખંડ રામધૂન, સ્વતંત્રતા પર્વની ઉજવણી તા.ર૬ જાન્યુઆરી સવારે ૮થી ૮:૪પ દરમિયાન, સાંદીપનિ હરિમંદિર નૂતન ધ્વજા પૂજન તથા ધ્વજારોહણ કાર્યક્રમ તા.ર૬, ર૭, ર૮ જાન્યુઆરીએ સવારે ૮થી ૯ વાગ્યા દરમિયાન, ર૬ જાન્યુઆરીએ સવારે ૮થી રાત્રીના ૮ સુધી અન્નકુટના દર્શન, ર૬ જાન્યુઆરીએ ગોવર્ધનપૂજા તથા ગૌમાતા પૂજા સવારે ૯થી ૯:૪પ દરમિયાન, શ્રી હરિમંદિરમાં દિવ્ય ઝાંખી દર્શન તા. ર૭ જાન્યુઆરી બપોરે ૪:૩૦થી ૮:૩૦ દરમિયાન યોજાશે તો દરરોજ સાંય આરતી ૭થી ૭:૩૦ કલાકે, તો પાટોત્સવ દરમિયાન મહાભિષેક પૂજા તેમજ ર૮ જાન્યુઆરીએ સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ગૌરવ એવોર્ડમાં દેવર્ષિ એવોર્ડ પથમેળાના ગોઋષી દંતશરણાનંદજી મહારાજ, બ્રહ્મર્ષિ એવોર્ડ કાશીના આચાર્ય વરિષ્ઠ ત્રિપાઠીજી, રાજર્ષિ એવોર્ડ મુંબઇના તુષારભાઇ જાનીને એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ સમારોહ શનિવારે બપોરે ૪ કલાકેથી સાંજે ૬ વાગ્યા દરમિયાન યોજાશે. તેમજ ર૮ જાન્યુઆરી રાત્રીના ૮થી ૧ વાગ્યા દરમિયાન પાલખી યાત્રાનું આયોજન કરાયું છે.

Related posts

Cholesterol Control Tips: ટ્રાઈગ્લિસરાઈડ્સ અને કોલેસ્ટ્રોલ ઓગળે છે અને શરીરમાંથી બહાર નીકળી જાય છે, આજે અપનાવો આ 3 આયુર્વેદિક ઉપાય

news6e

जज के अश्लील VIDEO पर दिल्ली HC का आदेश: सरकार सोशल मीडिया पर इसे ब्लॉक करे, वीडियो में दिखे जज भी सस्पेंड

news6e

રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે લગ્ન કર્યા, સામે આવી તસવીરો…

news6e

Leave a Comment