News 6E
Breaking News
Breaking NewsNational

અમદાવાદ: શું…રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વર્તાશે? હવામાન વિભાગે કરી આ આગાહી

અમદાવાદ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ઠંડીના મોસમમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. અમુક દિવસ ઠંડી જોર પકડે છે તો અમુક દિવસ ઠંડીમાં ઘટાડો જોવા મળે છે. જોકે હવે હવામાન વિભાગ આગાહી કરી છે કે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો લોકો અનુભવશે. જ્યારે વિભાગે એક રાહતના સમાચાર આપતા જણાવ્યું કે, આગામી દિવસોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના ઓછી છે.

આગામી 2 દિવસ સુધી હવામાન સામાન્ય રહેવાની સંભાવના

મીડિયા અહેવાલ મુજબ, અમદાવાદના હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવના છે. કમોસમી વરસાદ થવાની સંભાવના ઓછી છે. રાતના સમયે હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નથી. આગામી 48 કલાક બાદ તાપમાન 2-3 ડિગ્રી નીચું આવવાની વકી છે. જ્યારે આગામી 2 દિવસ સુધી હવામાન સામાન્ય રહેવાની સંભાવના છે અને તે બાદના દિવસોમાં તાપમાનમાં ફેરફાર થઈ શકે છે. આ સાથે ભેજના પ્રમાણમાં પણ વધારો થવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યો છે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યો છે. તેના પસાર થયા પછી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. નલિયાની વાત કરીએ તો 7 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું છે, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી નોંધાયું છે. આગામી બે દિવસમાં તાપમાનમાં સામાન્ય વધારા બાદ ફરી એકવાર ઘટાડો જોવા મળી શકે છે.

Related posts

ટેક્સ બચાવવા માટે તમે આ પોસ્ટ ઓફિસ સ્કીમ્સમાં કરી શકો છો રોકાણ, અહીં તપાસો વિગતો

news6e

Aihole :આયહોલનો દસ્તાવેજી ઇતિહાસ 6ઠ્ઠી સદીમાં પ્રારંભિક ચાલુક્ય વંશના ઉદયને શોધી શકાય છે ?

news6e

કરિશ્મા કપૂરનું કરિયર ઐશ્વર્યા રાયની રિજેક્ટ થયેલી ફિલ્મથી બન્યું, નહીં તો ફિલ્મોમાં મળી રહી હતી નિષ્ફળતા

news6e

Leave a Comment