News 6E
Breaking News
Breaking NewsJob

કલેકટર કચેરી દાહોદ ખાતે ૧૧ માસની મુદ્દત માટે કરાર આધારિત કાયદા સલાહકારની એક જગ્યા માટે નિમણૂંક કરવાની છે.

કલેકટર
દાહોદ 
કલેકટર કચેરી દાહોદ ખાતે કાયદા સલાહકારની જગ્યા માટે નિમણૂંક બાબતે.
કલેકટર કચેરી દાહોદ ખાતે ૧૧ માસની મુદ્દત માટે કરાર આધારિત કાયદા સલાહકારની એક જગ્યા માટે નિમણૂંક કરવાની છે. આ અંગેની અરજીઓ લાયકાત / અનુભવ ધરાવતા ઉમેદવારશ્રીઓ કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ઝાલોદ રોડ, છાપરી ખાતે રૂબરૂ / ટપાલ દ્વારા મંગાવવામાં આવી છે.અરજીમાં ઉમેદવારનું નામ, રહેઠાણનું સ્થળ ( કાયમી / હંગામી ), શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો દર્શાવવી તથા આ અંગેના પ્રમાણિત આધાર પુરાવા અરજી સાથે સામેલ કરવા. અધુરી વિગતવાળી, અધુરા પુરાવાવાળી તથા નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહી.અરજદારની ઉંમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. કેન્દ્ર અથવા રાજ્ય સરકારશ્રીના કાયદાની માન્ય યુનિવર્સિટી,
સરકારશ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. માન્ય ડીમ્ડ યુનિવર્સિટી, કાયદાની (સ્પેશીયલ) ડિગ્રી અથવા હાયર સેકન્ડરી બાદ ૫ (પાંચ) વર્ષનો કાયદાને માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ પાસ કરેલ હોવા અંગેની ડિગ્રી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ-૧૯૫૬ની કલમ-૩ દ્વારા સ્થપાયેલ યુનિવર્સિટી દ્વારા મેળવેલ કાયદાની ડિગ્રી, ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી ( સામાન્ય ) નિયમો-૧૯૬૭ અંતર્ગત કોમ્પ્યુટર ઉપયોગનું પાયાનું જ્ઞાન, ગુજરાતી અને હિંદી ભાષાનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતા હોવા જોઇએ, હાઇકોર્ટના તાબા હેઠળની કોર્ટમાં એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ અથવા હાઇકોર્ટના એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા સરકાર હસ્તકના બોર્ડ નિગમ અથવા કંપની કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીમાં કાયદાકીય બાબતોનો પાંચ વર્ષનો અનુભવ.જો કે વકીલ તરીકે સંબંધિત અદાલતમાં કરવામાં આવેલ કામગીરીનો સમયગાળો,
હાઇકોર્ટના રજીસ્ટાર જનરલ દ્વારા પ્રમાણિત કરાવવાનું રહેશે અથવા ઉમેદવારની વકીલ તરીકેની કામગીરી હાઇકોર્ટની તાબાની કોર્ટની હોય તો આવો અનુભવનો સમયગાળો ઉચ્ચ ન્યાયિક અધિકારીશ્રી ( પ્રિન્સિપાલ જ્યુડીશીયલ ઓફિસર ) દ્વારા પ્રમાણિત કરાવવાનો રહેશે અથવા સંબંધિત જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અથવા સંબંધિત સીટીના સિવિલ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા પ્રમાણિત કરવાનો રહેશે કે, જ્યાં ઉમેદવારે વકીલ તરીકે કામગીરી કરી હોય.ઉમેદવારશ્રી ગુજરાતીમાં બોલી, વાંચી અને લખી શકે તે અંગેનું જ્ઞાન તથા ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષામાં અને અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં ભાષાંતર કરી શકે તે મુજબનું જ્ઞાન હોવુ જોઇએ.
ઉમેદવારે વકીલ તરીકેની પ્રેક્ટીસ હાઇકોર્ટમાં કરેલ હોય તો તે કિસ્સામાં રજીસ્ટારશ્રી હાઇકોર્ટનું પ્રમાણપત્ર, હાઇકોર્ટના તાબા હેઠળની કોર્ટમાં વકીલ તરીકેની પ્રેક્ટીસ કરેલ હોય તો ઉચ્ચ ન્યાયિક અધિકારીશ્રીનું પ્રમાણપત્ર અથવા સંબંધિત જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અથવા શહેર સિવિલ કોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રીનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે કે જેમા ઉમેદવારે વકીલ તરીકેની કામગીરી કરી હોય. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અથવા સરકાર હસ્તકના બોર્ડ નિગમ અથવા કંપની કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીમાં ઉમેદવારે કામગીરી કરેલ હોય તો કચેરીના વડાનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાતિ અંગેની સંપુર્ણ વિગતો અરજીમાં જણાવી તથા જાતિ અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો અરજી સાથે સામેલ રાખવી.પગાર માસિક રૂ. ૬૦,૦૦૦/- ફીક્સ રહેશે. ઉમેદવારોને આ બાબતે જ્યારે ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે ત્યારે, તેઓએ સ્વખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે.

Related posts

દ્વારકાને ગુજરાતની પ્રથમ રાજધાની માનવામાં આવે છે?

news6e

Ghum Hai Kisikey Pyaar Meiin’ની ‘સઈ’ને આ વ્યક્તિ સાથે થયો પ્રેમ, ‘વિરાટ-પત્રલેખા’નો રોમાન્સ જોઈને ખૂબ ઈર્ષ્યા થશે!

news6e

आफताब ने चाइनीज चॉपर से श्रद्धा के टुकड़े किए: चॉपर गुरुग्राम, सिर महरौली के जंगलों में फेंका; पौने 2 घंटे चला पोस्ट नार्को टेस्ट

news6e

Leave a Comment