Priyanka Chopra Pregnancy : પુત્રી માલતીના પ્રથમ જન્મદિવસ બાદ પ્રિયંકા ચોપરાનો મોટો ખુલાસો, કહ્યું કેમ પસંદ કર્યો સરોગસીનો રસ્તો
Priyanka Chopra Daughter Malti Marie : અભિનેત્રી પ્રિયંકા ચોપરાની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ એક વર્ષની થઈ ગઈ છે. માલતીના પ્રથમ જન્મદિવસ પછી પ્રિયંકા (Priyanka Chopra Daughter) એ તેની પુત્રી સાથેનો એક એવો ફોટો પોસ્ટ કર્યો છે.. જેને જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. બ્રિટિશ વોગના ફોટોશૂટમાં મા-દીકરીની જોડીએ નેટીઝન્સનું દિલ જીતી લીધું છે. આ સાથે પ્રિયંકાએ બ્રિટિશ વોગને જણાવ્યું કે તેણે સરોગસીનો રસ્તો કેમ પસંદ કર્યો.
પ્રિયંકા ચોપરાએ આ કારણસર સરોગસી પસંદ કરી હતી
પ્રિયંકા ચોપરા એ તાજેતરમાં બ્રિટિશ વોગ સાથે વાત કરી છે. અભિનેત્રીએ જણાવ્યું કે શા માટે તેણે અને નિક જોનાસે બાળક માટે સરોગસી પસંદ કરી. પ્રિયંકા ચોપરાએ કહ્યું, ‘તેને તબીબી સમસ્યાઓ છે’, જેનો અર્થ છે કે તે પોતાની જાતે બાળકને જન્મ આપી શકતી નથી.
સરોગસી વિશે વાત કરતા, પ્રિયંકાએ કહ્યું- ‘એ જરૂરી હતું, જો આપણે બાળક વિશે વિચારીએ, તો સરોગસી દ્વારા જ બાળક હોવું જોઈએ. હું નસીબદાર છું કે મને આ તક મળી. અમે અમારા સરોગેટના ખૂબ જ આભારી છીએ, જેમણે 6 મહિના સુધી અમારી કિંમતી ભેટની કાળજી લીધી.
માલતી મેરી એક વર્ષની થઈ
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ એક વર્ષની થઈ ગઈ છે. માલતીનો જન્મ વર્ષ 2022માં જાન્યુઆરીમાં થયો હતો. પ્રિયંકાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં રુસો બ્રધર્સ સાથે લવ અગેઇન અને રિચર્ડ મેડન સાથે સેમ હ્યુમનમાં જોવા મળશે. હાલ તો અભિનેત્રી પ્રિયંકા ચોપરાની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ એક વર્ષની થઈ ગઈ છે. અને પ્રિયંકા-નિક બંને તેની બાળકી સાથે પોતાનો સમય વિતાવી રહ્યાં છે..