વીડિયો લિંક અહીંથી કરો ડાઉનલોડ
https://we.tl/t-OqhFjFj6A5
– – – – – – – – – – – – – – – – – – – – – – – – –
સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલના ભાગરૂપે મોરબીના ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ આપેલ સૂચનોને કેબિનેટે માન્ય રાખતા રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ખુંટ-આખલાનું ખસીકરણ કરવાની યોજના બનાવી છે જેનો શુભારંભ આજે મોરબીથી કરવામાં આવ્યો હતો.
રાજ્યના કેબીનેટ કૃષિ-પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં અને મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં આજે લીલાપર રોડ પરની યદુનંદન ગૌશાળા ખાતે આરંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં રઝળતા 50 હજાર જેટલાઓ આખલાઓ છે.
જે અંગે કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું રખડતા પશુની સમસ્યા વધતી જતી હોય અને પશુને કારણે અકસ્માત તેમજ રાહદારીને ઈજા તેમજ મૃત્યુના કિસ્સાઓ વધતા હોય જે મામલે કાન્તિલાલ અમૃતિયાએ તેમની સાથે મુલાકાત દરમિયાન સૂચન કર્યું હતું. જે સૂચન અંગે સીએમ સાથે વાતચીત કરી કેબિનેટમાં પ્રસ્તાવની મંજુરી મળતા યોજના અમલી બનાવવામાં આવી છે.
આ સુચન મોરબીના ધારાસભ્યએ કર્યું હોવાથી આ યોજનાનો આજે મોરબીથી જ શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પશુનું ખસીકરણ કરી બાદમાં સંસ્થાને સોંપી દેવામાં આવશે જે યોજના રાજ્યના તમામ જીલ્લા તેમજ તાલુકા મથકે લાગુ કરવામાં આવશે. નાગરિકોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવશે જે કાર્યક્રમમાં ગૌશાળા સંચાલક કાનાભાઈ તેમજ જીલ્લા પંચાયતના પશુપાલન વિભાગના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે આ સમસ્યાનો ઉકેલ આખલા-ખુંટનું ખસીકરણ કરી તેને સંસ્થાને સોપવા જોઈએ તેવું સુચન મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને આપ્યું હતું જે સૂચન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત કેબિનેટે માન્ય રાખ્યું હતું અને કેબિનેટમાંમંજુરી આપતા યોજના અમલી બની છે
બાઈટ : રાઘવજીભાઈ પટેલ, પશુપાલન મંત્રી અને કૃષિમંત્રી