મહેસાણામાં નગરપાલિકાએ કડકાઈ દાખવતા મહત્વનો નિર્ણય લીધો છે. મહેસાણા નગરપાલિકામાં વેરો નહીં ભરનાર પ્લેનની હરાજીચ કરી વેરાની વસૂલાત કરવામાં આવશે. થોડા વર્ષો પહેલા અમદાવાદ એવીએશન એન્ડ એરોનોટીક્સ કંપનીએ ટ્રેનિંગ સેન્ટર શરુ કર્યા બાદ વેરો ભરી ન શકતા પાલિકા દ્વારા આ રીતે હરાજી કરાશે.જો કે, આ મામલો અગાઉ કોર્ટમાં પણ પહોંચ્યો હતો પરંતુ કંપની કેસ હારી ગઈ હતી.
7.58 કરોડનો બાકી વેરો ના ભરતા પાલિકા દ્વારા આ કાર્યવાહી
પ્રથમ વખત એવું બનશે કે, કંપની વેરો ના ભરતા આ પ્રકારે હરાજી કરીને વસૂલાત કરશે. મળતી વિગતો અનુસાર મહેસાણા નગરપાલિકા ટૂંક સમયમાં તેની હરાજી કરશે. મળતી વિગતો અનુસાર એવીએશન કંપનીએ 7.58 કરોડનો બાકી વેરો ના ભરતા પાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતની અંદર પ્રથમ વખત પ્લેનની હરાજી
ગુજરાતની અંદર પ્રથમ વખત પ્લેનની હરાજી કરવામાં આવશે. આ માન્યામાં ના આવે તેવી વાત છે પરંતુ આવું બની રહ્યું છે. પરંતુ AAA (એવિએશન એન્ડ એરોનોટિક્સ) કંપની સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર 4 પ્લેનની હરાજી કરશે. AAA કંપની નગરપાલિકા વેરો ભરવાનું ચૂકી રહી છે. અગાઉ પણ આ હરાજી થવાની હતી પરંતુ તે રદ્દ કરવી પડી હતી. જેથી ફરી એકવાર હરાજીનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અગાઉ થયો હતો કરાર
નગરપાલિકા હસ્તકના હવાઈ મથકોનો ભાડા કરાર સાથે અગાઉ પ્લેન ટ્રેનિંગનો આપવાની શરુઆત હતી પરંતુ કંપની વેરો ભરી શકી નથી. જેથી 4 પ્લેન, 1 હેંગર, 1 ગાડી તેમજ ઓફિસ સામાનને સીલ કરી દેવામાં આવ્યો છે. જેથી સીલ કરાયું ત્યારથી આ વેરો ભરાયો નથી. અગાઉ પણ આ પ્રકારે હરાજીની વાત આવી હતી ત્યારે પણ આ વાત ચર્ચામાં રહી હતી ત્યારે ફરી એકવાર આ હરાજીનો મામલો આવતા પ્લેનની હરાજી મામલે લોકોમાં પણ કૂતુહલતા જોવા મળી રહી છે.