Union Budget 2023: નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ થવામાં 10 દિવસ બાકી છે. દરેક વર્ગને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આશાનું કારણ એ છે કે છેલ્લા નવ વર્ષથી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી. બીજું કારણ એ છે કે લોકસભા ચૂંટણી પહેલા આ છેલ્લું પૂર્ણ બજેટ હશે. આવી સ્થિતિમાં દેશની જનતાને રીઝવવા માટે સરકાર ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. મોંઘવારીમાંથી રાહત આપવા માટે આ વર્ષના બજેટમાં કેટલીક જાહેરાતો પણ કરવામાં આવી શકે છે. આવો અમે તમને બજેટ સાથે જોડાયેલી કેટલીક વધુ રસપ્રદ માહિતી આપીએ.
સૌથી વધુ બજેટરજૂ કરવાનો રેકોર્ડ
શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાણા મંત્રીએ સંસદમાં દસ વખત બજેટ રજૂ કર્યું છે. તે જ સમયે, એક નાણા મંત્રી હતા જે એક પણ બજેટ રજૂ કરી શક્યા ન હતા. પહેલીવાર આ જાણીને તમે મૂંઝવણમાં પડી જશો. પરંતુ આ હકીકત છે. હા, 1947 પછી સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે છે. નાણા મંત્રી રહીને તેમણે 10 વખત બજેટ રજૂ કર્યું હતું.
એક પણ બજેટ રજૂ નહીં કરનારા નાણામંત્રી
મોરારજી દેસાઈ 13 માર્ચ 1958 થી 29 ઓગસ્ટ 1963 સુધી દેશના નાણામંત્રી હતા. તેના પછી, 1967 થી 1969 સુધી, તેઓ બીજી વખત દેશના નાણા મંત્રી રહ્યા હતા. તેમના બંને કાર્યકાળ દરમિયાન, તેમણે 10 બજેટ રજૂ કર્યા. એટલું જ નહીં તેમણે બે વખત વચગાળાનું બજેટ પણ રજૂ કર્યું હતું. 29 ફેબ્રુઆરીએ તેમનો જન્મદિવસ છે. 1964 અને 1968માં તેમણે તેમના જન્મદિવસે બજેટ રજૂ કર્યું હતું.
હવે જો આપણે એવા નાણા મંત્રીની વાત કરીએ કે જે એક વખત પણ બજેટ રજૂ કરી શક્યા નથી, તો કેસી નિયોગીનું નામ સામે આવે છે. તેઓ 1948માં 35 દિવસ સુધી નાણા મંત્રી રહ્યાં હતા. તેઓ એકમાત્ર એવા નાણામંત્રી હતા જેઓ એક પણ બજેટ રજૂ કરી શક્યા ન હતા. આપને જણાવી દઈએ કે ભારતમાં પ્રથમ બજેટ 7 એપ્રિલ 1860ના રોજ બ્રિટિશ શાસન દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું.