ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર મુન્ના શુક્લાની ટોળકીએ પોલીસ સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર 9000 જેટલા લોકો સાથે છેતરપિંડી કરી હતી. ગુજરાતી ફિલ્મ નિર્માતાની ટોળકીના છેતરપિંડીના કેસમાં ચોંકાવનારો આ ખુલાસો થયો છે. રાડો, નાડીદોષ ફિલ્મના પ્રોડ્યુસર મુન્ના શુક્લા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરત ઈકોસેલ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરાયો છે. ઈકો સેલની તપાસમાં એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. ફિલ્મ પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના અને અન્ય 6 લોકોએ પોન્ઝી સ્કીમ બતાવી અનેક લોકોને છેતર્યા છે.
દર મહિને 4 ટકા વળતરના બહાને છેતરપિંડી કરનારાઓની ટોળકી દ્વારા રોકાણકારોને છેતરવામાં આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ટોળકીએ 9000 લોકો સાથે 50 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આરોપી મુન્ના શુક્લા અને તેના સાથીદારો સામે 50 કરોડમાંથી 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. વિમલ પંચાલ, મયુર નાવડિયા અને હેપ્પી કાનાણીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું છે કે નિર્માતા ગેંગે મહારાષ્ટ્રમાં પણ 9 હજાર લોકો સાથે છેતરપિંડી કરી છે.
ફિલ્મ પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના સહિત અન્ય 6 લોકોએ પોન્ઝી સ્કીમ બતાવી અનેક લોકો ઠગાઈ કરી છે. ઠગ ટોળકી દ્વારા રોકાણકારોને મહિને 4 ટકા વળતરની લાલચ આપી છેતરપિંડી આચરતા રોકાણકારોએ આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
શુકુલ ગ્રુપના નામે પોન્ઝી સ્કિમ ચલાવી કરોડોનું કૌભાંડ કર્યાનો આરોપ છે. ગત ઓગસ્ટ મહિનામાં ધુલિયામાં ફરિયાદ થયા બાદ મુન્ના શુક્લા ફરાર થયો હોવાની વિગતો છે પોન્ઝી સ્કિમ મુદ્દે સુરતમાં ત્રણ લોકો ઝડપાયા છે.
નાડીદોષ , ચાસણી, રાડો જેવી ફિલ્મ બનાવી રોકાણકારોને રોડે ચઢાવતી શુક્લા એન્ડ કંપની શુકુલ વેલ્થ એડવાઈઝરચ અને શુકુલ વેલ્થ ક્રિએટર નામે રોકારણ કરાવ્યું. ત્યારે આ મામલે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર 25 લોકોએ કરેલા 65 લાખનું રોકાણ લઈ કંપની બંધ કરી દેતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. મુન્ના શુક્લા અને તેમની ટોળકીએ સુરતમાં જ નહીં પરંતુ ગુજરાત અને અન્ય શહેરોમાં પણ પોતાની માયાજાળ પાથરી છે. મહારાષ્ટ્રના ધૂળેમાં ગુનો નોંધાતા મુન્ના એન્ડ કંપનીએ ફરાર થઈ ગઈ છે. જો કે, અત્યારે મુન્નાની શોધખોળ ચાલી રહી છે.