News 6E
Breaking News
Breaking NewsNational

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો 18મો દીક્ષાંત સમારોહ યોજાયો

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 18મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પદવી મેળવીને જવાબદાર નાગરિક બનેલા છાત્રો, આ દેશના મેધાવી, પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી યુવાનો પોતપોતાના ક્ષેત્રોમાં પ્રમાણિકતાપૂર્વક પરિશ્રમ કરે તો ભારત રાષ્ટ્ર ગરિમાપૂર્ણ પ્રગતિના પંથે આગળ વધશે. વર્તમાન સમયના અનેક પડકારોના ઉકેલ માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ જ સફળ વિકલ્પ છે, એમ કહીને તેમણે કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક ખેતીમાં ઓછા પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપે એવા બિયારણ માટે સંશોધનો કરવા આહ્વાન કર્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને કૃષિ-પશુપાલન-ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આ સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. 36 છાત્રોને સુવર્ણપદક, 33 વિદ્યાર્થીઓને પીએચ.ડી., 164 વિદ્યાર્થીઓને સ્નાતકોતર પદવી અને 338 વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી એનાયત કરીને કુલાધિપતિ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતની ધરતીના સપૂત અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ત્યાગ, તપસ્યા, પરિશ્રમ અને નિ:સ્વાર્થ કર્તવ્યભાવથી રાષ્ટ્ર ચૌમુખી વિકાસ કરી રહ્યું છે, પ્રગતિ અને ઉન્નતિના નવા કીર્તિમાન પ્રસ્થાપિત કરી રહ્યું છે. આ દેશના યુવાનો આવા આદર્શ વ્યક્તિત્વ સાથે મજબૂતાઈથી જોડાઈને દેશની પ્રગતિ માટે દ્રઢતાપૂર્વક પ્રયત્નશીલ થાય તો આ દેશને વિશ્વગુરુ બનતા કોઈ નહીં રોકી શકે.

Related posts

શું સિદ્ધાર્થ મલ્હોત્રાને કિયારા અડવાણી પર શંકા છે? ‘મિશન મજનૂ’ એક્ટર આ માટે જાસૂસી કરવા માંગે છે

news6e

હળદર યુરિક એસિડની સમસ્યાને દૂર કરે છે, જાણો આ ઘરગથ્થુ ઉપચાર, યુરિક એસિડ રહેશે નિયંત્રણમાં

news6e

हरियाणा में भारत जोड़ो यात्रा की एंट्री 22 को: तैयारियों में जुटी कांग्रेस, 5 दिसंबर को बुलाई मीटिंग; मेवात में होगा स्वागत

news6e

Leave a Comment