આગામી લોકસભાને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર ખાતે કાર્યકારીણીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કારોબારીની બેઠકમાં આજે બીજા દિવસે સંઘ અને સરકારના મંત્રીઓ તરફથી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.
જેમાં સીઆર પાટીલનું સંબોધન રહેશે. આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે જગદિશ પંચાલ અને હર્ષ સંઘવી દ્વારા પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે. આ સાથે મહાપ્રભારી સુધીર ગુપ્તા સંગઠનનું પ્રેઝન્ટેશન રજૂ કરશે. સહકારી, સામાજિક, આર્થિક સુરક્ષા અંગે પણ થશે ચર્ચા. રાજ્યભરમાં ચાલતી અન્ય તમામ બાબતોને લઈને લોકસભાને ધ્યાનમાં રાખી ચર્ચા આજની આ બેઠકમાં કરવામાં આવશે. કાર્યકારિણીની બેઠક ગત વખતે વિધાનસભામાં યોજવામાં આવી હતી. જેમાં અમિત શાહ પણ જોડાયા હતા ત્યારે લોકસભા પહેલા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
જંગી જીતને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાશે
આ ઉપરાંત આજે કાર્યકારિણીની બેઠકની અંદર વિધાનસભામાં મેળવેલી જંગી જીતને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાશે. રાજ્ય સરકાર કામગિરી પર પ્રેઝન્ટેશન વિભાગીય રીતે રજૂ કરશે. આ ઉપરાંત શોક પ્રસ્તાવ અને ધન્યવાદ પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીના પરીણામ અને સહકારી વિભાગની કામરિગી પર મંથન કરવામાં આવશે. જુદા-જુદા વિભાગોની કામગિરી પર પ્રેઝન્ટેશન બાદ સમીક્ષા કરાઈ શકે છે.
બુથ મેનેજમેન્ટ ડેટા મેનેજમેન્ટ પર ચર્ચા કરવામાં આવી
વિધાનસભાના કેટલાક ડેટાના આધારે તેમજ ગત લોકસભામાં મેળવેલા ડેટાના આધારે બૂથ સ્તરે ચર્ચા કરવામાં આવશે આ સાથે વિધાનસભાની તર્જ પર રણનિતી બનાવવામાં આવશે તેમાં પણ કયા નબળા બૂથો છે તેના પર ફોકસ કરવામાં આવશે. આ ઉપરાંત બુથ મેનેજમેન્ટ ડેટા મેનેજમેન્ટ પર ચર્ચા કરવામાં આવશે.
સીઆર પાટીલે કેટલાક ધારાસભ્યોને આપી આ સલાહ
ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણીની બેઠક શરુ થતા પહેલા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે 33 ધારાસભ્યો સાથે અલગ બેઠક બોલાવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. 156 ધારાસભ્યોમાંથી આ ધારાસભ્યોને અલગ બોલાવી કેટલીક જરૂરી સૂચનાઓ આગામી લોકસભાને ધ્યાનમાં રાખી વધુ માર્જિન સાથે જીત મેળવવા માટે અપાઈ હતી.