જૂનાગઢમાં ભૂગર્ભ ગટર અને ગેસ લાઇન નાખવા માટે રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે વિકાસ કામના નામે લોકો મહિનાઓથી તૂટેલા રસ્તા પરના ખાડા અને ધૂળની ડમરી સહન કરી રહ્યા છે તેમ છતાં તંત્રને આ કામ ઝડપથી પૂર્ણ થાય તેવી કોઈ દરકાર હોય તેમ જણાતું નથી શહેરના અક્ષર મંદિરથી મધુરમ જોશીપરા ઝાંઝરડા રોડ વિસ્તારમાં રસ્તાઓ તોડી પ્રજાને બાનમાં લેવામાં આવી હોય તેવી સ્થિતિ છે જ્યારે ભવનાથમાં તો એકવાર રસ્તો તોડ્યા બાદ રિપેર કરાયો હતો ત્યાં ફરી રસ્તા તોડવામાં આવી રહ્યા છે.
જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે દોઢેક માસ પૂર્વે જૂનાગઢના અક્ષર મંદિરથી મધુરમ તરફ ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવા માટે એક તરફનો રસ્તો તોડી નાખવામાં આવ્યો હતો મધુરમ ગેટ સુધી પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ થઈ ગયું છે પરંતુ આ રોડને રીપેર કરવામાં આવ્યો નથી રોડની એક બાજુ ખાડા અને માટી હોવાથી વાહન પસાર થાય ત્યારે ધૂળની ડમરી ઉડે છે આ ડમરીના કારણે વિસ્તારના લોકો તેમજ વેપારીઓના આરોગ્ય પર જોખમ સર્જાયું છે રોજ દુકાન તેમજ ઘરના માટીના થર જામી જાય છે આટલા દિવસો વીતવા છતાં તંત્ર દ્વારા આ રોડને રીપેર કરવાની દરકાર લેવામાં આવી નથી ભારે વાહન પસાર થાય ત્યારે પાછળ આવતા જતા નાના વાહન ચાલકોને ધૂળના કારણે આગળનું કંઈ દેખાતું પણ બંધ થઈ જાય છે જેના લીધે અકસ્માત થવાની પણ સંભાવના ઊભી થઈ છે