સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ કારોબારી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતતામાં શરૂ થઇ હતી. જેમા રાજયના ગૃહમંત્રી તેમજ રમતગમત મંત્રી હર્ષભાઇ સંઘવીએ બેઠકમાં પ્રેઝન્ટેશન આપતા જણાવ્યું કે, રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ બેઠકમાં આજે ગુજરાતની ચૂંટણીમાં ભવ્ય જીત પછી ફરી જનતાની સેવા કરવા અને રાજય અને કેન્દ્ર સરકારની યોજના છેવાડાના માનવી સુધી પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવશે ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં જે વિવિધ કામગીરી કરવામાં આવી તેનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. ગુજરાત સરકારે વ્યાજના દુષણ સામેની લડાઇમાં ગુજરાત પોલીસે જે રીતે કામગીરી કરી છે જેમાં આશરે 1650 જેટલા લોકદરબાર થકી આશરે 850 જેટલા વ્યાજના દુષણના કેસ દાખલ કરવામાં આવ્યા છે.
લોકદરબારમાં અરજી કરવાની સાથે ગણતરીના કલાકોમાં કેસ દાખલ કર્યા પહેલા કેસના નિકાલ થયા છે તેવા આશિર્વાદરૂપી કામ કરવામાં આવ્યું છે. વ્યાજના દુષણને દુર કરવા સૌ નાગરિકો સાથ આપે તે માટે વિનંતી કરી અને ગુજરાતમાં જે લોકો કાયદો ફોલો કરશે તે જ લોકો ફાયદામાં રહેશે.
એક વર્ષમાં 9 હજાર 6 કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડયું છે
ગુજરાત સરકારે ડ્રગ્સ સામેની મુહિમ ચલાવી જેમાં એક વર્ષમાં 9 હજાર 6 કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડયું છે તે બદલ ગુજરાત પોલીસના જવાનોને અભિનંદન બેઠકમાં પાઠવ્યા હતા. ડ્રગ્સના નેટવર્કને પકડવામાં ગુજરાત પોલીસે મહત્વની ભૂમિકા નિભાવી છે. કારોબારીમાં વ્યાજખોરોની લડાઇ અને ડ્રગ્સ પકડવાની મુહીમ બદલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારને અભિનંદન પાઠવ્યા છે.
હર્ષભાઇ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, 2002 પહેલા ગુજરાતના રમત વિરો કયાંય રમવા જતા હતા ત્યા ખમણ ઠોકળાના નામે લોકો મજાક ઉડાવતા હતા. ગત વર્ષ ગુજરાતે નેશનલ ગેમ્સની યમજમાની કરી ,નેશનલ ઓલ્મપીક માટે બીજા રાજયોને બે થી પાંચ વર્ષનો સમય થતો હોય છે ત્યારે ગુજરાતે માત્ર 100 દિવસમાં કામગીરી પુર્ણ કરી અન્ય રાજયોમાંથી આવતા ખીલાડીઓને થ્રી અને ફાઇવ સ્ટાર હોટલમાં ઉતારા આપ્યા હતા. રમત ગમત એ પણ દેશની શાનમાં વધારો કરનાર એક ઘટક છે જેના ધ્યાને રાખી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઘણી યોજનાઓ કરી છે તે યોજનાને સાકાર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન અને સિધી દેખરેખ હેઠળ અત્ય આધિનિક સ્પોર્ટ સંકુલ આકાર લઇ રહ્યુ છે આજે ગુજરાતના ખિલાડીઓને પણ અનેક પ્રોત્સાહક યોજના સરકાર તરફથી આપવામાં આવી છે જેના કારણે ગુજરાતન ખિડાલીઓ દેશ વિદેશમાં નામના કરી મેળવી રહ્યા છે.